કાર્યક્રમ યોજાયો:મહિલાઓ 55 સ્ટોલમાં પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી આત્મનિર્ભર

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીએસએસ, કચ્છી ભાનુશાળી સખી ગ્રૂપ દ્વારા ગૃહીણીઓ કાર્યક્રમ યોજાયો
  • સાડી, ડ્રેસ, નાસ્તા, અગરબતી, આભુષણો વગેરે વસ્તુઓે વેચાણ માટે મૂકી

ઘરેથીજ આસપાસની લાઈનોમાં નાનુ મોટુ વેંચાણ કરીને પરિવારને મદદ કરી ગૃહીણીઓને એક સ્ટેપ આગળ લાવવાના પ્રયાસના ભાગરુપે વીએસએસ અને કચ્છી ભાનુશાળી સખી ગૃપ દ્વારા જનતા કોલોનીના ગરબી ચોકમાં સ્થિત ભવનમાં નવરાત્રી વિશેષ એક્ઝીબીશનનું આયોજન કર્યું હતું. જેમાં ગાંધીધામ, આદિપુરમાં રહેતી મહિલાઓ થકી 55 સ્ટોલમાં તેમની અનેકવીધ પ્રોડક્ટ્સ રજુ કરીને આત્મવિશ્વાસ કેળવ્યો હતો.

સ્ત્રી શક્તિકરણ ક્ષેત્રે લાંબા સમયથી કામ કરતા સામાજીક કાર્યકર મમતાબેન મંગલાણીએ જણાવ્યું કે મહિલાઓમાં ક્ષમતા ઘણી છે, પરંતુ પારિવારીક જવાબદારીઓ અને સમાજના રુઢીવાદી વિચારોથી વિકાસ પામતા અટકી જાય છે. હવે જ્યારે ટેક્નોલોજીનો જમાનો છે અને નવા વીચારોને આવકાર મળી રહ્યો છે ત્યારે આટલા વર્ષો સુધી પોતાની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ ન કરી શકનારી મહિલાઓને આગળ લાવવાની અને આત્મનિર્ભર કરવાની જરુર છે.

જેના ભાગ રુપેજ આ આયોજન વિશ્વ સિંધી સેવા સંગમ અને એસબીજી ગૃપ દ્વારા કરાયું હતું. વીવીએસએસના વીપી સુજાતા પ્રધાને જણાવ્યું કે બે દિવસીય આ આયોજનને સારો આવકાર મળ્યો છે, જે ભવિષ્યમાં વધુ આયોજન કરવા અમને પ્રેરીત કરે છે. આયોજનને સફળ બનાવવા કચ્છી ભાનુશાળી શખી મંડળના પ્રમુખ જીગ્નાબેન ભાનુશાળી, નુર્મલા દુધાની, ચાંદની વચ્છાની સહિતની ટીમ અને મહિલાઓએ સહયોગ આપી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...