તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહિત્ય સંગમ:સ્ત્રીની સંવેદનાઓને ‘વરદાયીની’ પુસ્તકમાં વણાઇ

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અજયકુમાર શુકલા - Divya Bhaskar
અજયકુમાર શુકલા
  • કસ્ટમ અધિકારી અજયકુમાર શુક્લા દ્વારા લીખીત પુસ્તકને મળતો આવકાર
  • ‘જીવનના દરેક તબક્કા જે સ્ત્રી શક્તિ વિના પુર્ણ નથી થતું, તેને લઈને સમાજ આટલો ક્રુર કેમ?’. કહ્યા વીના શબ્દો વચ્ચેથી ઉઠતો લેખકનો ભાવ

કંડલા કસ્ટમના અધિકારી રુપે કાર્યરત અજયકુમાર શુક્લા લીખીત પુસ્તક ‘વરદાયીની’ છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન માધ્યમોમાં ટ્રેન્ડ થઈ રહી છે અને ચર્ચાનો વિષય બની રહી છે. સ્ત્રીની સંવેદનાઓને રેવન્યુ અધિકારીએ જાણે શબ્દોમાં વણીને પ્રસ્તૂત કરી હોય તેવો ભાવ વાંચકો રજુ કરી રહ્યા છે.

કેંદ્ર સરકારના રેવન્યુ વિભાગમાં આરઆરએસ સ્તરના અધિકારી અજયકુમાર દ્વારા વિશ્વને પોતાનું સર્વશ્રેષ્ઠ દેવાની અભીલાષા સાથે સરકાર આયોજીત વિવિધ હિંદી સ્પર્ધાઓમાં તેમની રચનાઓને ઉચ્ચતમ સ્થાન અને સન્માન મળ્યું. આ સીવાય કવિ સમ્મેલનોમાં પણ તેમને લોકો માણી ચુક્યા છે, તેમના દ્વારા ‘વરદાયીની’ પુસ્તકનું લેખન કરાયું, જે ઓનલાઈન માધ્યમોમાં રાષ્ટ્રીય સ્તરે આવકાર પામી રહી છે અને તેમની શબ્દો વચ્ચે, સ્પષ્ટ રુપે ના કહીને વાંચકના મનમાં ભાવના પેદા કરવાની નિરાલી અદાથી વાંચકો ભાવુક બનીને પોતાના સંસ્મરણો વિવિધ માધ્યમોથી શેર કરી રહ્યાના દાખલા પણ સામે આવી રહ્યા છે.

આ પુસ્તક તેમણે પોતાના પિતા આર. એન. શુક્લાને સમર્પિત કરતા જણાવ્યું કે દરેક વ્યક્તિના જીવનના દરેક વળાંક પર એક સ્ત્રીનું સ્થાન હોય છે. જે કઠોર હ્રદયમાં પ્રેમ, મકાનને ઘર અને રણમાં મીઠા પાણીના સ્ત્રોત સમાન સ્ત્રોત બની રહે છે. પરંતુ આપણા સમાજની પરિસ્થિતિ ઘણા વર્ષોથી એવી બની છે કે સ્ત્રી શક્તિનું જીવનમાં અત્યંત મહત્વ હોવા છતાં તેમને થતા અન્યાયને લોકો જોઇ શકતા નથી. આજ ભાવ દરેકના મનમા પેદા કરવાની પ્રેરણાથી આ પુસ્તકનું નિર્માણ કર્યાનું તેમણે જણાવ્યું હતું.

દિવ્યાંગ જન પર પ્રેરણાત્મક પુસ્તક પણ ટુંક સમયમાં કરાશે પ્રકાશિત
સ્ત્રી શક્તિ અંગે લીખીત પુસ્તકને મળેલા આવકાર બાદ અજયકુમાર દ્વારા દિવ્યાંગ જન કે સામાન્ય કહેવાતા જન સમુદાયના મુખ્ય પ્રવાહથી અલિપ્ત રહીને પણ કઈ રીતે પોતાના લક્ષોને સાધે છે, તેની પ્રેરણાત્મક કથાની નવા પુસ્તક સાથે આવી રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...