તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:પાલિકા-પંચાયતની ચૂંટણી માટે 160 થી વધુ ફોર્મનો ઉપાડ

ગાંધીધામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મ લેવાયાના સંકેત
 • એક વ્યક્તિને 10 થી વધુ ઉમેદવારી પત્ર આપવામાં આવતા નથી

નગરપાલિકા અને પંચાયતની 28 મી ફેબ્રુઆરીના યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને જાહેરનામું બહાર પડતાની સાથે જ રાજકીય પક્ષોમાં ચહલ પહલમાં વધારો થઇ ગયો છે. પાલિકા અને પંચાયત કચેરીમાં અલગ અલગ રીતે ફોર્મના ઉપાડ માટે વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ દિવસે 160 થી વધુ ફોર્મનો ઉપાડ થયો હોવાના સંકેત મળી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના નગારે ઘા વાગતાં જ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવવા થનગની રહ્યા છે. મુખ્ય રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ હજુ જે-તે ઉમેદવારો માટે નામ નક્કી થયા હોય તેની જાહેરાત સત્તાવાર રીતે કરી નથી રહ્યા પરંતુ ખાસ કરીને ભાજપના કેટલાક આગેવાનોને ટિકિટ ન મળે તેવી ભીતિ જણાતાં તેવા વાતાવરણમાં આ કપાયેલા ચૂંટણી લડે તો છેલ્લી ઘડીએ દોડધામ ન મચે તે માટે ઉમેદવારીના ફોર્મ લઇ શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

ઉમેદવારીના ફોર્મની વિતરણ વ્યવસ્થા પાલિકામાં કરવામાં આવી છે ત્યાં અંદાજે 155 જેટલા ફોર્મનું વિતરણ કરાયું હોવાની વિગતો મળી રહી છે. જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે પણ 4 થી વધુ ફોર્મનો ઉપાડ થયો હોવાની વાત બહાર આવી રહી છે. દરમિયાન એક વ્યક્તિને 10 થી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવતું નથી. આજે જે ફોર્મનો ઉપાડ થયો છે તેમાં આપ અને કોંગ્રેસ પાર્ટી માટે ફોર્મ લઇ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો