સાવચેતી જરૂરી:ડિજીટલાઇઝેશન સાથે સાયબર ક્રાઈમમાં 12%નો ઉછાળો આવ્યો

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે ગાંધીધામ ચેમ્બરમાં સેમીનાર યોજાયો
  • ઈન્ટરનેટના વપરાશમાં ચીન, યુએસ બાદ ભારત ત્રીજા નંબરે, સાવચેતી જરૂરી

ઇન્ટરનેટના યુગમાં વ્યક્તિગત, ખાનગી અને સરકારી કાર્યો માટે ડિજીટલાઇઝેશનને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવતા હાલમાં મોટા ભાગના વ્યવહારો ઓન-લાઇન થતા હોય છે ત્યારે સાઇબર ક્રાઇમ થવાના બનાવો પણ વધતા જાય છે. આ અંગે લોકોને જાણકારી મળે તે માટે ગાંધીધામ ચેમ્બરની મહિલા પાંખ ધ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિનો સેમીનાર ચેમ્બર ભવન ખાતે આયોજિત કરાયો હતો.

ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે સેમીનારના આયોજન અને માર્ગદર્શન માટે સાયબર ક્રાઇમના અધિકારી ગોપાલભાઇ સોધન અને વિજયભાઇ રાઠોડ તથા બેંક બ્રાંચ મેનેજર ગોવિંદભાઇ નજકાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાયબર ક્રાઇમના ગોપાલભાઇએ વિસ્તૃત પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું કે, પુખ્તવયના લોકો વધુ પ્રમાણમાં શિકાર બને છે અને સાયબર ક્રાઇમમાં 3 થી12 ટકાનો ઉછાળો નોંધાયો છે.

ભારત વિશ્વમાં ચાઇના અને યુ.એસ. બાદ ઇન્ટરનેટના વપરાશમાં ત્રીજા નંબરે છે ત્યારે કોઇ પણ ટેક્નોલોજીનો ગેરઉપયોગ એ સાયબર ક્રાઇમ છે, તેમ જણાવી મની લોન્ડરીંગ, સ્ટુફીંગ, પોર્નોગ્રાફી, ફીસીંગ, વાયરસ અને લોટરીના પ્રલોભનો જેવા વિવિધ વિષયો આવરી તેની વિગતવાર છણાવટ કરી હતી.

આઇ.ટી. અને નાણાંકીય વિભાગના નિષ્ણાંત વિજય રાઠોડે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનીકેશનના છ આંકડાના કોડ અન્ય કોઇ બનાવી ન શકે તેમ જણાવી 26 પ્રકારની છેતરપીંડી સોફ્ટવેરના માધ્યમથી થતી હોય છે, જેમાં મુખ્યત્વે મની લોન્ડરીંગ, જીએસટી બચાવવા છેતરપીંડી, વ્યક્તિગત વિગતો અયોગ્ય પ્લેટફોર્મ ઉપર શેર ન કરવી, ગુગલમાં અનિચ્છનીય નંબર શોધવા નહિં જેવી મહત્વની વિગતો પાઠવી હતી.

સામાન્ય રીતે આપણે જાણે- અજાણ્યે મોબાઇલને ચાવી આપી દઈએ છીએ, તેનાથી સાવચેત કરી નાણાંકીય વ્યવહારો ઓનલાઇન કરતી વખતે વ્યક્તિગત વિગતો ગુપ્ત રાખવા અવગત કર્યા હતા. ત્યારબાદ પ્રશ્નોતરી થઈ હતી, મહિલા પાંખના કન્વીનર સંગીતા શાહુ, કન્વીનર કાયનાત અંસારીએ આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વિધિ મહિલા પાંખ મમતા આહુજાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...