તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પવનચક્કીના કામદારો, લોકો વચ્ચે માથાકુટ, લખપતના મોટી સાયણમાં મંજુરી વિના કામગીરી થતી હોવાથી કંપનીના વાહન પર પત્થરમારો

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લખપતના મોટી સાયણમાં મંજુરી વિના કામગીરી થતી હોવાથી કંપનીના વાહન પર પત્થરમારો
 • ભુજ, માધાપર, મુન્દ્રા અને દયાપર વિસ્તારમાં મારામારીની ચાર ઘટના

અબડાસા અને લખપત તાલુકામાં ચાલતી પવનચક્કીની કામગીરીને અનેક ઘર્ષણો સહન કરવાનો વારો આવ્યો છે, મોટી સાયણ ગામે મંજુરી વિના કામગીરી થતી હોવાનું કહી ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયો હતો, ગ્રામજનોએ કંપનીની ગાડી પર પત્થરો મારી નુકસાન પહોંચાડાતા દયાપર પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી. સુઝલોન કંપનીના કર્મચારી ઉમરાજ યાકુબભાઇ શેખ (રહે. )વાળાએ મોટી સાયણ ગામના ભામુ હીરા રબારી, દિનેશ ભામુ રબારી અને શંકર સોમા રબારી તેમજ રવા સોમા રબારી વિરૂદ્ધ ફોજદારી નોંધાવી હતી. ફરિયાદીની સુઝલોન કંપની દ્વારા પવનચક્કી લગાવવાનું કામ કરવામાં આવે છે,

જે દરમિયાન આ ચારેય શખ્સોએ પવનચક્કી લગાવવા માટે પોતાની પરમીશન લીધી નથી તેવું જણાવી ગાળો ભાંડી હતી, તો ફરીયાદી અને તેની સાથે રહેલા સુરેશ ચિનુભાઇ બડીયાને માર મારી ઇજાઓ પહોંચાડી હતી, તેમજ પત્થરોના છુટા ઘા કરી ઇજા પહોંચાડી અને જીજે 12 બીડબ્લ્યુ 8840 નંબરની બોલેરોમાં પત્થરો મારી 50 હજાર રૂપીયાનું નુકસાન પહોંચાડયું હતું. દયાપર પોલીસે ચારેય સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

લુડો ગેમમાં જીતેલા રૂપિયાની માગણી કરતા મુન્દ્રાના યુવાન પર હુમલો
મુંદરાના મહેશનગરમાં રહેતા સલીમ સુલેમાન ઉનડે શહેરના ગુજ્જરવાસમાં રહેતા રાજ ગોહીલ (ગુજ્જર), સુનીલ ગોહીલ અને મહિલો નામના શખ્સ સામે ફોજદારી નોંધાવી હતી. બીજી ડિસેમ્બરે ત્રણેય જણા મોબાઇલમાં લુડોની રમત રમી હતી, જેમાં ફરીયાદીને રાજ ગોહીલ પાસેથી હારજીતના રૂપીયા 200 લેવાના હોવાથી ઉઘરાણી કરી હતી, ત્રણેય જણા ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે ફરીયાદીને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. માર મારી ભુંડી ગાળો આપીને ધમકી આપતા મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો.

ભુજમાં પૈસા મુદ્દે બોલાચાલીમાં 3 ઘાયલ
શહેરમાં શક્તિ હોટેલ પાછળ સરવા મંડપ નજીક નરેશ લાલજી વાઘેલા પોતાના બનેવીના ઘરે હતો ત્યારે પૈસા મુદ્દે બોલાચાલી થતા જોગેશ ભાણજી વાઘેલા અને રામજી વિશ્રામ જોગી (રહે. બંને,ભુજ)વાળા મળી માર માર્યો હતો, તો બીજી તરફ રામજી વિશ્રામ વાઘેલા અને યોગેશ વાઘેલા (રહે.ભુજ)વાળાને પૈસા માગવા બાબતે નરેશ લાલજી વાઘેલા અને ભીખા દેવજી વાઘેલાએ ભેગા મળી માર માર્યો હતો.

બેલામાં આધેડ ઉપર લાકડી વડે હુમલો
રાપર - તાલુકાના બેલા ગામે ગઈકાલે આઠ શખ્સો દ્વારા ધોકા ધારીયાથી આધેડ ઉપર હુમલો કરાયો હતો જેમાં બેલા ગામના વતની કરમણ ભાઈ ધનજીભાઈ ભાટ દલિત (ઉ.વ.65) એ જણાવ્યું હતું કે, બેલા ગામની કાનજી દાદાની વસ્તીમાં આવેલા હનુમાન મંદિરના જાહેર રસ્તા ઉપર અવાર નવાર દારૂ પી ને અડીંગો જમાવતા અસામાજિક તત્વોને ઠપકો આપતાં ઉશ્કેરાઈ ગયેલા 55 વર્ષીય કેસરા હરધોળ સીજુ તેમના ભાઇ 50 વર્ષીય મનજી હરધોળ સીજુ તેમજ બન્નેના છ પુત્રોએ ધોકા ધારીયા વડે હુમલો કર્યો હતો.જેમાં તેમને માથાના ભાગે અને હાથમાં ઈજાઓ થતા 108 મારફત રાપર સરકારી હોસ્પિટલ દાખલ કરાયા હતા.

માધાપરમાં જુની અદાવતે યુવાન પર હુમલો
માધાપર મતીયા કોલોનીમાં દુધના વાડા પાસે ધિરેશ હરેશ જોગી (ઉ.વ.18)વાળાને જુની અદાવતનું મનદુખ રાખી ઇરફાન જુમા જુણેજા અને ઇમ્તીયાઝ જુમા જુણેજાએ માર મારતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો