ભેદભરમ:પાલિકાની કારોબારી બેઠક મુલત્વી કેમ રહી?

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્ડા બહાર પાડીને સભ્યોને રવાના કરાયા હતા : કેટલાક સભ્યોને એજન્ડા મળ્યા નહોતા ને મીટિંગ કેન્સલની સૂચના મળી

ગાંધીધામ નગરપાલિકામાં કારોબારીની બેઠક બોલાવવા માટે એજન્ડા તૈયાર કરવામાં આવ્યો હતો તારીખ 20ના રોજ બેઠક બોલાવવાની નક્કી કરવામાં આવ્યા પછી કેટલાક સભ્યોને એજન્ડા મોકલી દેવામાં આવ્યો હતો પાછળથી સુધારા-વધારા તારીખમાં કર્યા બાદ કોઈ કારણોસર આ બેઠક મુલતવી રાખવામાં આવી હોવાની જાણ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે જોકે કેટલાક સભ્યોને તો એજન્ડા મોકલવામાં આવ્યાં હતાં અને જાણ કરવામાં આવતા આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

ગાંધીધામ નગરપાલિકામાં ભાજપની અંદરોઅંદરની લડાઈને કારણે લોકોના કામો ટલ્લે ચઢી રહ્યા છે. એક યા બીજા કારણોસર કરવામાં આવતા આ ખટપટના ખેલમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી નોબત આવી રહી છે. સત્તાની સાઠમારી ના ખેલ માં ખુરશી સાચવવા અને પછાડવાના ચાલતા રાજકારણમાં લોકોનો ખો નીકળી ગયો છે. વિકાસ કામો અટવાઈ ગયા છે .સાત મહિના થયા છતાં જે રીતે કામ થવા જોઈએ જે કોઈ ઉડીને આંખે વળગે તેવા થઈ શક્યા નથી. એક કામ મૂકીને બીજું કામ બંધ કરવામાં આવે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.

​​​​​​​આવી પરિસ્થિતિમાં ભાજપ ને પણ જવાબ દેવો પડે તેવી સ્થિતિને લઈને મોવડી મંડળ ગમે તે કારણોસર ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહયુછે જે અંગે ભાજપમાં જ અનેકવિધ તર્ક-વિતર્ક ઉઠી રહ્યા છે. સૂત્રોએ દાવો કર્યોછે કે પાલિકાની કારોબારી બેઠક બોલાવવા માટે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું અને એજન્ડા પણ તૈયાર કરી દેવામાં આવ્યા હતા જે તે એજન્ડા મોકલી દેવામાં આવ્યા તેમાં કારોબારીના કેટલાક સભ્યોને બાકાત રાખવામાં આવ્યા હોય તેવી તેઓ કલબલાટ પણ ઉભો થયો હતો. બે વખત સુધારા-વધારા પછી અચાનક જ આ બેઠક બોલાવવામાં નથી આવતી કેન્સલ કરાવી છે તેની તેવી જાણ કરવામાં આવતા કેટલાક સભ્યોએ તો એજન્ડા રહ્યો હતો કે બેઠક છે કે નહીં તેની જ ખબર હોય આશ્ચર્યમાં મૂકાયા હતા.

શું કામ બેઠક અટકાવવામાં આવી ?
ભાજપના વર્તુળોમાં થતી ચર્ચાઓ મુજબ અગાઉ પણ સંકલન સમિતિમાં ના પાડવામાં આવ્યા પછી કારોબારીની બેઠક બોલાવીને કેટલાક કામો મંજૂર કરવામાં આવ્યા હતા ભાજપના મોવડી મંડળ નું નાક કાપીને મનસ્વીપણે કરાયેલી આ કામગીરી સામે ભાજપના કેટલાક સભ્યોએ બાયો ચડાવી હતી, અને રજૂઆત કરવામાં આવ્યા બાદ ઉચ્ચકક્ષાએ કાર્યવાહી કરાવી હતી. જોકે આ બેઠક મુલતવી રાખવા પાછળ કયું ગણિત કામ કરતું હતું તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું પરંતુ જિલ્લા કક્ષાએથી આવેલી સૂચના પછી બેઠક મુલતવી રાખવાની નક્કી કરવામાં આવ્યું હોવાની વાત પણ બહાર આવી રહી છે.

વિકાસ કામની કોઈને પણ પરવા નથી
ભાજપના સભ્યોની લડાઈમાં નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ પણ અટવાઈ ગયા છે .સાથે સાથે વિકાસ અટવાયો છે રસ્તા પાણી સહિતના જુદા-જુદા કામો કરવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી રજૂઆતો કરવામાં આવે છે પરંતુ યોગ્ય રીતે જે રીતે પ્રમાણે કામ થવા જોઈએ તે થઈ શકતા નથી જેને લઇને વિકાસનું ગળું રૂંધાઇ રહી હોય તેવી લાગણી ભાજપના જ કેટલાક કાર્યકરો માંથી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...