તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:11 વર્ષ ચાલે તેવી ટગનો ઉપયોગ કેમ નહીં

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટીમાં વધુ કાર્ગો હેન્ડલ થાય છે : કામદારોને નુકસાનનો આક્ષેપ
  • ખાનગીકરણની પ્રક્રિયામાં અધિકારી, કર્મચારીનું અહિત કરી રહ્યા છે : એચએમએસ

દીનદયાળ પોર્ટના મારીને વિભાગ ના વડા ડેપ્યુટી કંસર્વેટર જ્યારથી આ પોર્ટનો ચાર્જ લીધો છે ત્યારથી ટગ અને લાંચને ખાનગીકરણ કરવાની પ્રક્રિયા વધી ગયાની ફરિયાદ ઉઠી રહી છે. મેનિંગમાં કાપ મૂકવો અને ટગ અને લંચો ને ભાડે લેવો વગેરે બાબતો ઉપર વધારે ભાર આપ્યો છે. સૌથી વધુ કાર્ગો હેન્ડલ થાય છે અને કામદાર પોતાનો પુરે પૂરો યોગદાન આપતા રહે છે. પણ હવે જાણી જોઈ ને ખાનગીકરણની નીતિ અપનાવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાંઆવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ દ્વારા આ નીતિ સામે અવાજ ઉઠાવવા માગણી કરવામાં આવી છે.

ડીપીટી દ્વારા ટગ અશ્વિની 2007માં ખરીદ કરવામાં આવી હતી. જેની લાઈફ 20 વર્ષ છે. 2015માં એને એસઆરપી સિસ્ટમમાં ખરાબી માટે આખા ટગને ખરાબ જાહેર કરી ને બંધ કરી દીધી હતી. બીજી ટગ ભાડે રાખવામાં આવી છે જેનો ભાડું 1.5 લાખ દર મહિનાનું છે. ખરેખર તો એમાં એસઆરપી સિસ્ટમ માં થોડો ઘણો સમારકામ કરી ને એને સારી રીતે વાપરી શકાય એવી હાલત છે.

ટગ માત્ર 12000 નોટિકલ માઈલ્સ 9 વર્ષમાં ચાલેલ છે. 11 વર્ષ હજી ચાલી શકે એવી પરિસ્થિતિ છે પણ એને ખોટી રીતે જાણી જોઈને બંધ રાખવામાં આવ્યો છે અને એના લીધે કામદારોને નુકસાન થયે છે. ખાનગી ટગ ભાડે લીધા પછી ડી પી ટી ના કામદાર પણ ફાજલ થયા છે જેના લીધે કામદારોમાં ઘણો રોષ છે. પોર્ટનો ખર્ચો પણ વધી ગયો છે. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર યુનિયનના પ્રમુખ એલ સત્યનારાયણે વિરોધ નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...