તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રાજવી રિસોર્ટથી ભારત નગર સુધીનો માર્ગ ભારે ટ્રાફિક છતાં 4 લેન કેમ નહિ?

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધી રહેલા ભારે વાહનોના આવન જાવનથી વધતી અકસ્માતોની સંભાવના
  • ટાગોર રોડનું ભારણ ઓછુ કરવા માર્ગ વિસ્તરીકરણા ક્યારે?, દબાણ બની રહી છે મોટી સમસ્યા

ગાંધીધામ નેશનલ હાઇવે 8 થી ગોપાલપુરી ઉત્તર દિશા થી ભારતનગર અને 9બી થી રાજવી રિસોર્ટ રેલવે ફાટક સુધીનું માર્ગ વાહન વ્યવહાર માટેનું મોટા આંકડા દર્શાવતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ ટાગોર રોડ જેવો 4 થી 6 લાઇન હોવો જોઈએ તેવો સુર ઉઠવા પામ્યો છે.

વધતા ભારે વાહનોના આવા ગમન અને વધતા વિસ્તાર તેમજ વસ્તીના કારણે સમારકામ માટે સર્વે પ્રશાસન દ્વારા ધ્યાન દેવાયું ના હોવાનો અને અધિકારીઓ કે નેતાગીરી પણ આ દિશા બાજુ કેમ દ્રષ્ટિ કરતા ન હોવાનો સુર ઉઠવા પામ્યો છે. જ્યારે કે આ માર્ગ પર આખો દિવસ દ્રી ચક્રી થી ભારે વાહનોની આવ જાવ થયા રાખે છે, જે જોખમી બની રહે છે. સાંકડા હોવા ના કારણ આ માર્ગ પર સદા અકસ્માત નું ડર રહે છે. આ આખા માર્ગ નજીકના રહેણાકના પ્લોટ પર મૂળ જમીન પર મોટી માત્રામાં દબાણ કરાયું છે.

બાવળીયા, ઉકેળા, દબાણને હટાવવા કાર્યવાહી કેમ નહિ?
નગરપાલિકા દ્વારા રસ્તા ને નડતા બાવળીયા, કચરા ના ઉકેળા કે દબાણ હટાવવા કોઇ કામ ના કરાતું ના હોવાનો સુર ઉઠવા પામ્યો છે. એસઆરસીના પ્લોટમા અમુક દબાણ થયા હોય અને ગ્રીન લેન્ડની જમીનમા વૃક્ષ લગાડ્યા બાદ તેના પર ધ્યાન ના અપાતુ હોવાની રાવ પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...