તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગાળો કેમ આપી ? કહી યુવાનને છરી ઝીંકી

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંતરજાળમાં ઉછીના પૈસાની ના પાડતાં મહિલાને લાકડી ફટકારાઇ

ગાંધીધામના મહેશ્વરીનગરમાં અગાઉ તે કેમ ગાળો આપી હતી તેમ કહી મારી નાખવાના ઇરાદે બે જણાએ યુવાનને છાતીના ભાગે છરીના ઘા ઝીંક્યા હોવાની, તો અંતરજાળમાં ઉછીના રૂપિયા આપવાની ના પાડનાર મહિલાને એક શખ્સે લાકડી માથામાં ફટકારી ઇજા પહોંચાડી હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. મહેશ્વરીનગરના શિવ મંદિર પાસે રહેતા 28 વર્ષીય વિષ્ણુ રામજી જોલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ ગત મોડી રાત્રીના 12 થી 12:30 aદરમિયાન બન્યો હતો.

જેમાં તે મહેશ્વરીનગરના ખેતરપાળ ચોક પાસેની ગલી પાસે હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતા નવિન કોચરા અને તેનો મિત્ર તેની પાસે આવ્યા હતા અને અગાઉ તે ગાળો કેમ આપી હતી ? કહી ઉશ્કેરાયેલા બન્ને જણાએ તેને મારી નાખવાના ઇરાદે છરીના ઘા છાતીમાં ડાબી બાજુએ ઝીંકી બન્ને જણા નાસી ગયા હતા. પોલીસે હત્યાના પ્રયાસની કલમ સહિતની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. તો અંતરજાળ સ્મશાનની બાજુમાં રહેતા 45 વર્ષીય કેશરબેન કચુભાઇ મહેશ્વરી ગત બપોરે જમવાનુ બનાવી રહ્યા હતા.

ત્યારે ગામમાં રહેતો બાબુ વજા દાફડા ઘરે આવ્યો હતો અને મારે રૂ.5,000 ની જરૂર છે તું આપ કહેતાં રૂપિયા ન હોવાનુ જણાવ્યું તો એટીએમમાંથી ઉપાડી દે કહેતાં તેની ના પાડતાં બાબુએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી જાનથી માનરી નાખવાની ધમકી આપી અને લાકડી માથામાં ફટકારી ઇજા પહોંચાડી હતી. આદિપુર પોલીસે તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જગજીવનનગરમાં બે વર્ષ જુના ઝઘડાની અદાવતમાં કાકા-ભત્રીજાને માર પડી
જગજીવનનગરમાં રહેતા 30 વર્ષીય હરેશભાઇ હમીરભાઇ કોચરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.30/8 ના રોજ તે જોસેફ હોસ્પિટલ પાસે હતા ત્યારે દેવાન ધારશીભાઇ કન્નરે બે વર્ષ પહેલાં તેમની સાથે થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી ધોક્કા વડે માર માર્યો હતો. તેને છોડાવવા વચ્ચે આવેલા કાકા નરેશભાઇને પણ ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...