સમસ્યા:રેફરલ કેસોને પણ વધારાનો ખર્ચે કેમ?

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓના મહતમ કેસોને આજકાલ રેફ્રર કરવામાં આવી રહ્યા છે. તેમાંય સંપુર્ણ કેશલેસની સુવિધા હોવા છતાં વધારાનો ખર્ચે થઈ જતો હોય છે ત્યારે આ દિશામાં ધ્યાન અપાવું જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણે જણાવ્યું હતું કે પોર્ટ પ્રશાસન દ્વારા અપાયેલી સારી સ્વાસ્થ્ય સુવિધા છતાં કેટલાક દવાખાનાઓમાં વધારોનો ખર્ચે થઈ જાય છે. જે અંગે સીએમઓ દ્વારા રસ લઈને તેનો નિવેડો લાવવો જોઇએ. સગવડોને લઇને અગાઉ પણ પ્રશ્નો ઉઠી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...