તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સરકારી વિભાગો પાસે કિટ ખૂટેને ખાનગી લેબોરેટરીને જથ્થો કેમ મળે?

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વકીલે મુખ્યમંત્રી સહિતના ને કરી રજૂઆત : ઓકસિજનની અછત, બેડ નો અભાવ વગેરે મુદે પગલાંની કરી માગ

કચ્છમાં દિનપ્રતિદિન ઓક્સિજનની અછત, હોસ્પિટલ માં બેડ મળતાં નથી અને રેપીપી ટેસ્ટ માટેની કિપ ખૂટી ગયા ની બૂમ ઉઠી છે.ખાનગી લેબોરેટરી પાસે ટેસ્ટિગમમાટેની કિટનો જથ્થો ક્યાંથી આવે છે ‌ આ બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરી ને વકિલે તાકીદે પગલાં ભરવા માંગણી કરી છે. કોરોના ના પગલે સરકારના આરોગ્ય વિભાગે પગલાં ભર્યા છે. કોઈને કોઈ કારણોસર લોકોને સુવિધા પૂરી પાડવામાં આવી ન હોવાની ફરિયાદ વધી રહી છે.દરમિયાન વકીલ એસ.ડી.માતંગે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારના પાયાવિહોણા આયોજનને કારણે આજે ગંભીર પરિસ્થિતિમાં લોકો મુકાઈ ગયા છે. લોકોને રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટ મળી રહે તે જરૂરી છે.

હોસ્પિટલોમાં અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો ત્યાં પણ કાળા બજાર જોવા મળે તેવો આક્ષેપ કરીને વચ્ચેથી ટેસ્ટ થઈ જાય તે માટે ઓળખાણ નો લાભ અપાતો હોવાનું પણ જણાવી સરકારી વિભાગોમાં ટેસ્ટીંગ કીટ ખૂટી જાય ત્યારે બીજી તરફ ખાનગી લેબોરેટરી પાસે આ જ તો ક્યાંથી ઉપલબ્ધ થાય અને તે પણ ઊંચા ભાવ લેવામાં આવે છે તે કેટલે અંશે વ્યાજબી છે તે તપાસનો વિષય છે .ઓક્સિજનનો પણ મોટા પ્રમાણમાં અભાવ જોવા મળ્યો છે.અંદર જગ્યા મળતી નથી જેને લઇને હોમ આઈસોલેશન લઈને ઘરે સવાલ કરતા લોકોને ઓક્સિજનની જરૂર પડે ત્યારે ઓકસિજન મળતું નથી.રેમ ડેસિવિયર ઇન્જેક્શન ના પણ કાળા બજાર થતાં હોવાનો આક્ષેપ કરીને પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસ.પીને આ બાબતે તપાસ સોંપવા માગણી કરી છે. મોટા માથાઓના કારણે આ કાળા બજારી ઓ કાયદાની ઝપટે ચડયા ન હોવાની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...