તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:તું કેમ સમાજનો ખજાનચી છો તેવું કહી વૃધ્ધને માર મરાયો

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપરના સેલારીમાં પટેલ સમાજની બેઠકમાં બન્યો બનાવ

રાપરના સેલારી ગામ ખાતે પટેલ સમાજવાડીમાં સમાજની મળેલી બેઠકમાં ઉશ્કેરાયેલા બે જણાએ તું હજી કેમ સમાજનો ખજાનચી છો ? કહી વૃધ્ધને ઢીકા પાટુનો મારી માર્યો હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઇ છે. સેલારી ખાતે રહેતા 60 વર્ષીય ખેડૂત લક્ષ્મણભાઇ રત્નાભાઇ વાવીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે ગામની પટેલ સમાજવાડીમાં સમાજની બેઠક હતી જેમાંગામના માજી સરપંચ ભચુભાઇ તથા વીરાભાઇ બેચરાભાઇ બારવડીયા, અંબાવીભાઇ માવજીભાઇ વાવીયા, વાલજીભાઇ માદેવાભાઇ બારવડીયા તથા ગામના સમાજના અન્ય લોકો સમાજવાડી ખાતે ભેગા થયા હતા.

આ બેઠકમાં સામાજિક ચર્ચા, સારા કાર્યોના આયોજનોની વાતચીત થયા બાદ સમાજના આગેવાનોની વરણી તેમજ ખજાનચી સહિત વિવિધ હોદ્દાઓ બદલવાની વાત થયેલી પરંતુ તમામ લોકોની સહમતી ન થતાં હોદ્દાઓ બદલાયા ન હતા.

ત્યારબાદ બધા ઘરે જઇ રહ્યા હતા ત્યારે ખીમજીભાઇ રત્નાભાઇ ગામી તથા હરખાભાઇ હીરાભાઇ ચૌધરીએ તેમની પાસે આવી તું હજી સુધી કેમ સેલારી ગામના પટેલ સમાજનો ખજાનચી છો ?આ બધું નહીં ચાલે કહી બન્ને જણાએ ઢીકા પાટુનો માર માર્યો હતો. સમાજના લોકો વચ્ચે આવતાં બન્ને જણાએ આજે તું બચી ગયો છો બીજી વખત મળીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી પણ આપી હતી. રાપર પોલીસે ફરીયાદના આધારે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...