તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કોને વેક્સિન આપવી? યાદી તૈયાર થઇ રહી છે

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને મહાત કરવા માટે આવેલી સૂચનાના પગલે આરોગ્ય વિભાગની કવાયત
 • ફ્રન્ટલાઇન વર્કર્સ, 50 વર્ષથી ઉપરના વગેરેને પ્રથમ વેક્સિન અપાશે

ગાંધીધામ- આદિપુરમાં કોરોનાના કેસમાં આવી રહેલા ઉછાળા પછી હવે સરકારની સૂચનાના પગલે અન્ય જિલ્લાઓની જેમ વેક્સિન આપવા માટે આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ કોને ક્યારે વેક્સિન આપવી તેની યાદીને આખરી ઓપ આપવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ફ્રન્ટલાઇન વર્કર્સ, 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેના વ્યક્તિઓ કે જેને ડાયાબિટીસ કે કેન્સર જેવી કોઇ બિમારી હોય તેને પ્રાથમિક તબક્કે ટોચ અગ્રતા આપવામાં આવશે. હજુ આ અંગે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તેમાં કેટલાને વેક્સિન અપાશે તે હજુ યાદી તૈયાર થયા પછી ખ્યાલ આવશે અને ત્યાર બાદ તબક્કાવાર કેવી વ્યવસ્થા કરવી તેની જાણકારી મળશે.

લોકડાઉન સમયે અભેદ ગણાતા ગાંધીધામ- આદિપુરના કિલ્લામાં ત્યાર બાદ પોશ વિસ્તારથી લઇને પછાત વિસ્તારોમાં કોરોના પોઝિટિવના કેસ જોવા મળ્યા હતા. ચિંતાજનક રીત દિવાળી બાદ સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતાં હજુ પણ કેટલાક લોકો બેદરકારી રાખી રહ્યા છે અને માસ્ક પહેરવાની ખેવના રાખતા નથી અથવા તો સામાજિક અંતર જાળવવા સહિતની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તંત્ર દ્વારા ઝૂંબેશ ચલાવીને માસ્ક ન પહેર્યા હોય તેની સામે દંડાત્મક કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જોઇએ તેવું હજુ પણ ચિત્ર બનતું નથી. લોકોની નિષ્કાળજી અન્ય લોકો માટે પણ જોખમરૂપ બની રહી છે.

દરમિયાન હવે વેક્સિન આવી ગયા પછી કેવી રીતે આપવી અને કોને આપવી તેની આવેલી માર્ગદર્શિકા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વયસ્ક કે કોઇ બિમારી જેવી કે ડાયાબિટીસ, કેન્સર હોય તેવા લોકોની યાદી બનાવવાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું કે, આવેલી માર્ગદર્શિકા મુજબ હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેટા બન્યા પછી ખ્યાલ આવશે કે કેટલા લોકોને વેક્સિન આપવાની છે અને કેવી રીતે.

વેક્સિન રાખવા વ્યવસ્થા કરવી પડશે
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ એક સાંધે ને તેર તુટી તેવી સ્થિતિ વચ્ચે વેક્સિન આવશે તેને યોગ્ય તાપમાન મળી રહે તે સહિતના મુદ્દે પણ તૈયારી કરવી પડશે. જનરેટરની વ્યવસ્થાથી લઇને કોમ્યુનીટી સેન્ટર, સ્કૂલ, હેલ્થ સેન્ટરમાં કેવી રીતે અને કેટલી વેક્સિન રખાશે તેની વિગત બહાર આવશે.

પાલિકાના કર્મચારીને દંડ લેવા જોતરતા વેરા વસૂલાતને પડી અસર
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાલ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. માસ્ક પહેર્યું ન હોય તેવા લોકોને દંડવામાં આવી રહ્યા છે. આ માટે અન્ય સરકારી વિભાગોની સાથે નગરપાલિકાના કર્મચારીઓને પણ સાંકળવામાં આવી રહ્યા હોવાથી કેટલીક વખત બને છે તેમ વેરા વસૂલાતની કામગીરીને પણ તેની અસર પડી રહી છે. કારણ કે વેરા વસૂલાતની સાથે રૂટીન કામગીરી તો કર્મચારીઓ કરે છે સાથે સાથે આ કામગીરીને લઇને પણ વહીવટ ડામાડોળ થતો હોય છે. જેને લઇને તેની સીધી કે આડકતરી અસર લોકોના કામો પર થતી હોવાની દહેશત પણ ઉઠી રહી છે.

અવ્યવસ્થા ન થાય તે તંત્રએ જોવું પડશે
ટાંચા સાધનો અને સ્ટાફની અછત કારણે કેટલીક વખત જુદા જુદા સરકારી ખાતાઓમાં જે રીતે અવ્યવસ્થાઓ સર્જાતી હોય છે તેવું વેક્સિન આપવાના કિસ્સામાં પણ ન બને તેની કાળજી રાખવી પડશે. પોલીયો રસીકરણ વખતે પ્રથમ રાઉન્ડમાં જે રીતે ગોઠવણ થઇ હતી તેમાં પણ જુદા જુદા પ્રશ્નો જે તે વખતે ઉઠ્યા હતા તેનો બોધપાઠ લઇને આ રસીકરણની કામગીરીમાં વ્યવસ્થામાં કોઇ કચાસ ન રહે તે માટે ઝીંણામાં ઝીણી વિગતો પણ તૈયાર કરવી પડશે. અને તેની ઉપર ભાર મુકીને ખાસ કાળજી રાખવી પડશે.

રસીના લાભાર્થીની યાદી કરાશે
ગાંધીધામમાં ટાસ્ક ફોર્સની રચના કરી દેવામાં આવી છે જેમાં આરોગ્ય વિભાગના અધિકારી સહિત અન્ય સરકારી અધિકારીઓને પણ સમાવી લેવામાં આવ્યા છે. સંબંધિત કક્ષાએ આ અધિકારીઓ પણ હાલ આ રસીકરણની ઝૂંબેશના અભિયાનમાં સીધા કે આડકતરી રીતે જોડાઇ રહ્યા છે. રસીના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી કરવામાં આવશે તેવી પણ વિગત બહાર આવી રહી છે.

ગામડાઓ પણ સલામત નથી રહ્યા
દિવાળી પછી કોરોના પોઝિટિવના આવેલા કેસ પર નજર નાખવામાં આવે તો સંક્રમણ વધી રહ્યું છે તે ફલિત થઇ રહ્યું છે. શહેરી વિસ્તારમાં જ પહેલા વધુ કેસ જોવા મળતા હતા પરંતુ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. અગાઉ કોરોના પોઝિટિવથી સલામત રહેલા ગામડાઓમાં પણ કેસ વધી રહ્યા છે તે બાબત ચિંતાનો વિષય બની રહી છે. આ માટે તલાટી, સરપંચ સહિતનાની ભૂમિકા અગત્યની બની જતી હોવાથી પોતાના વિસ્તારોમાં વધુને વધુ તકેદારી રખાય તે માટે પગલા ભરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો