તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો ત્રાહિમામ:સમસ્યાના અજગરી ભરડામાં ભરાયેલા આદિપુરનો ધણી કોણ?

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં 80 હજારથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારની હાલત બની કફોડી
  • કાર્યકરોએ ભાજપના સોશિયલ મીડિયા ગૃપમાં આદિપુરનો મુદ્દો મુકતા કમઠાણ થઇ

ગાંધીધામ નગરપાલિકામાં ઉપેક્ષિત વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. કોઈને કોઈ કારણોસર ઊભી થયેલી આ સ્થિતિને લઈને ખુદ ભાજપમાં પણ આ બાબત ચર્ચાનો મુદ્દો બની છે. અંદાજે 80હજારથી વધુ વસ્તી ધરાવતા આદિપુરમાં જોઈએ તેવી સુવિધાઓ લોકોને પૂરી પાડી શકાતી નથી અને તેની સમસ્યાનો સમયસર નિકાલ લાવી શકાતો ન હોવાથી ભાજપના નગરસેવકોને મતદારો પાસે નીચા જોવા જેવું થયું છે .ભાજપમા ભોઠપ અનુભવતા કેટલાક કાર્યકરોએ આ મુદ્દો ભાજપના જ સોશિયલ મીડિયાના ગૃપમાં મુકવામાં આવતા હોટ ફેવરિટ બની રહ્યો છે.ગરમ બનેલા આ મુદ્દે ભાજપનું મોવડીમંડળ પણ તાલ જોવા બેઠુ હોય તેવી સ્થિતિમાં જણાય રહ્યુ છે. જેને લઇને આ મુદ્દો આગામી દિવસોમાં ગંભીર સ્વરૂપ પકડે તો નવાઈ નહી.

મળતી માહિતી મુજબ ગાંધીધામ અને આદિપુરમાં લોકોની વિવિધ સમસ્યા ઉકેલો માટે સમયસર પગલાં ભરવા જોઇએ તે બોલતા નથી. નગરપાલિકા કક્ષાએ રજૂઆત કરવામાં આવ્યા છતાં પાણી ગટર કે લાઈટ સહિતના મુદ્દાઓમાં સમયસર નિરાકરણ આવવું જોઈએ તે લાવી શકાતું નથી જેને લઇને જે તે વિસ્તારના ભાજપના જ નગરસેવકોને મતદારોને જવાબ દેવો મોધો થઈ રહ્યો છે. શરમ અનુભવતા કેટલાક નગરસેવકોએ આ મુદ્દો હાલ ભાજપના ગૃપમાં મુકતા ચર્ચાનો વિષય બન્યો છે. વધારે પડતી બહુમતી મળતા સત્તાના મદમાં આવેલા શાસકો લોકોની સમસ્યા ઉકેલવા માટે જે ધોરણે કામ કરવું જોઈએ તે કરવામાં નિષ્ફળ જઇ રહ્યા હોવાની લાગણી ખુદ ભાજપના વર્તુળોમાં જ ચર્ચાનો વિષય બની ચૂકી છે. આદિપુરના વિવિધ પ્રશ્નો અંગે અવાર-નવાર રજૂઆતો થઇ ચૂકી છે.

સમસ્યાઓ ઉકેલવા માટે પણ માગણી કરવામાં આવી છતાં યોગ્ય નિરાકરણ લાવી શકાયું નથી જેને લઇને પણ ભાજપમાં કચવાટની લાગણી વર્તુળોમાં જોવા મળી રહી છે.આવી જ કોઈ ઘટનાને વાચા આપવા કે અન્ય કારણોસર તાજેતરમાં ભાજપના ગૃપમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં આદિપુરનો ધણી કોણ તે મુદ્દે પ્રશ્ન ઉઠાવીને ભાજપના આગેવાનો અને નગરપાલિકાના હોદેદારોને ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે .

ગટર ઊભરાવવાની સમસ્યા વકરી હતી
જાણકારોના મત મુજબ ભાજપનો ગઢ રહેલા અને લોકસભા, વિધાનસભા તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પડખે રહીને મતદાન કરનારા વોર્ડ વિસ્તારમાં સમસ્યાઓ ઉકેલાતી નથી. અગાઉ ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન વિકટ બન્યો હતો. લોકો ત્રાહિમામ પોકારી ગયા હોવા છતાં ગટર ઊભરાવવાની સમસ્યા માંથી મુક્તિ મેળવી શક્યા ન હતા.અંદાજે એકાદ કરોડના ખર્ચે નવી ગટર લાઇન નાખી ને આ સમસ્યાનું નિરાકરણ લાવવા ગત ટર્મના શાસકોને સફળતા મળી હતી તેમ કહી શકાય. જોકે લાંબા સમય સુધી આ સમસ્યાનો લોકોને સામનો કરવો પડ્યો હતો આવી રીતે પાણીનો પ્રશ્ન પણ વિકટ બની રહ્યો છે. વોર્ડ નંબર 1 થી લઈને અન્ય જુદા વિસ્તારોમાં કેવી રીતે પાણી મળવું જોઈએ તે મળતું નથી તેને લઈને અવાર નવાર તેનો પડઘો પાડવામાં આવ્યો છે.

ટુ બી પાણીના ટાંકા પરતો ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા મુદ્દાઓ પર આદિપુરની ઉપેક્ષા કરવામાં આવતી હોય તેવી સ્થિતિ જણાય રહી છે. વળી અત્યાર સુધી જે રીતે આદિપુર નો દબદબો હતો તેને કટ ટુ સાઇઝ કરી વર્તમાન પાલિકાની બોડીમાં માત્ર સત્તા પક્ષના નેતાના એક જ હોદાની લહાણીકરીને ભાજપે અપનાવેલી નીતિ પણ અનેક વિવિધ પ્રશ્નો હજી ઊભા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...