તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ગાંધીમાર્કેટ પાસે હિટ એન્ડ રન કરનાર મોંઘી કારનો ચાલક કોણ?

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ઘાયલ મહિલાએ દમ તોડ્યો હતો
  • પોલીસ પકડથી દુર નબીરા પર તવાઈ ક્યારે? છકડા ચાલક સહિત બે ઘાયલ

ગાંધીધામના હાર્દ સમા ગાંધીમાર્કૅટ પાસે ગત સપ્તાહે છકડાને ટક્કર મારીને કાર ભગાવીને મુકનાર કાર ચાલકની ઓળખ હજી સ્પષ્ટ નથી થઈ શકી, જ્યારે કે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ એક મહિલાનું મોત નિપજી ચુક્યુ છે અને છકડા ચાલક સહિત બે સારવાર હેઠળ છે. ગાંધીધામના ગાંધીમાર્કેટની સામે ગત તા.21/06ના સવારે 8 વાગ્યાના અરસામાં સડસડાત જતી મોંઘી કારે સીગ્નલ આપ્યા વિના ચાવલા ચોકની દિશામાં વળાંક લેતા પસાર થતા છકડાને ટક્કર લાગી હતી અને છકડો પલટી મારી ગયો હતો.

જેમાં સવાર લોકો છકડા નીચે દબાઈ ગયા હતા, તો આસપાસના લોકોએ આવીને છકડો ઉભો કરીને બધાને બહાર કાઢ્યા હતા. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે છકડા ચાલક નીલેશભાઈ સથવારાએ કાર નં. જીજે 12સીપી 0900ના વીરુદ્ધ ગુનો નોંધાવીને જણાવ્યું હતું કે આરોપીએ ઘટના બાદ ધીરુભાઈ શાહની પ્રતિમા પાસે કાર ઉભી રાખીને બહાર આવીને ઉભીને દ્રશ્ય જોતો હતો, અને ત્યારબાદ પોતાની કાર લઈને સ્થળથી નાસી ગયો હતો.

તો બીજી તરફ ઘટના સ્થળે સવાર સોનલબેન સથવારા, મમતાબેન અને ચાલકને ઈજા પહોંચી હતી તેમને ઉપસ્થિતોએ હોસ્પિટલ ભેગા કર્યા હતા. જેમાં સોનલબેનને ગંભીર ઈજાઓના કારણે ભુજ લઈ જવાયા બાદ પણ ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતુ. તો બાકીના બેનેને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. આ કાર ચાલક હજી પણ પોલીસ પકડથી દુર છે તો કેટલાક સોશ્યલ માધ્યમોથી પ્રાપ્ત માહિતી અનુસાર તે મોંઘી કાર ધરાવતો વ્યક્તિ હતો. શહેરના પ્રાઈમ સ્થળ પર થયેલા અકસ્માતમાં પોલીસ સીસીટીવીનો સહારો લઈ તપાસ આદરે તો આરોપીની સ્પષ્ટતા જલદી થઈ શકે તેવો સુર ઉઠવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...