તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટાયર ચેક કરવા ગયા ત્યાં ટાયર ફાટયું, માથામાં ઈજાથી મોત, અપમૃત્યુના 3 બનાવમાં ત્રણ યુવાનોનો ભોગ લેવાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોકુલ કંપનીમાં ઉપરથી પડતાં, ઓસ્લો પાસે બાઈક સ્લિપ થતા 2નાં મોત

ગાંધીધામમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં ત્રણ યુવાનોને કાળ આંબી ગયો હતો. એકમાં ટ્રકનું ટાયર ફાટતા તો બીજી ઘટનામાં ઝોનમાં આવેલી કંપનીમાં ઉપરથી નીચે પડી જતા તો ત્રીજી ઘટનામાં ઓસ્લો વિસ્તાર પાસે બાઈક સ્લિપ થઈ જતા યુવાનનું મોત નિપજ્યું હતું.

ગાંધીધામ- આદિપુરમાં અપમૃત્યુ અને અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગાંધીધામના બી ડિવિઝન પોલીસે સતીષ બુદ્ધ કુમારે નોંધ કરાવતા જણાવ્યું હતું કે ફીટર ઝોનમાં ગોકુલ વસાંતુ કંપનીમાં કામ કરતા 21 વર્ષીય ફિરોઝભાઈ સૈયદ અંસારીએ મંગળવારના સાંજે કંપનીમાં કામ કરતા હતા ત્યારે 15 ફુટ ઉંચાઈથી પરથી પડી જતા માથા અને પગમાં પતરુ વાગવાથી ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. તો તેજ દિવસે બપોરના અરસામાં ગાંધીધામના મારુતી પેટ્રોલપંપ સામેના રોડ પર મુળ હરિયાણાના હરીયા ગામના 40 વર્ષીય સુભાષ હરિસિંગ જાટ પોતાની ટ્રકનું ટાયર ચેક કરવા જતા ટાયર ફાટ્યું હતું. જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

અન્ય એક બનાવમાં બુધવારના સવારે બનેલી ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકેજ જયરામભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની બાજુમાં રહેતા મિત્ર બાબુભાઈ રામજીભાઈ રબારીએ તેમની મોટર સાઇકલ બગડી ગઈ હોવાથી ફરિયાદીની સ્પ્લેન્ડર ચલાવવા માંગી હતી. જેને લઈને બાબુભાઈ બહાર નિકળતા ગફલત રીતે ચલાવીને નારી ચણીયા હનુમાન મંદિર પાસે સ્લીપ ખાઈને થાંભલા સાથે અથડાયું હતું. જેના કારણે ગંભીર ઈજાઓના કારણે ચાલકનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો