તંત્ર નિદ્રાંધિન:ખખડધજ બનેલા સર્વિસ રોડની હાલત સુધારવા ક્યારે પગલાં ભરાશે?

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાગોર રોડ પર લોકોને હાલાકી ન પડે તે માટે ધ્યાન રાખવું જરૂરી

લોકોને સારી સુવિધા આપવા માટે સત્તાધિશોની નેમ છે પરંતુ એક વર્ષ સુધી થનાર ફ્લાયઓવરના નિર્માણમાં સામાન્ય રીતે હાલ પણ ટ્રાફિકનું ભારણ રહેતા અકસ્માતો રોજિંદા બની રહ્યા છે. ત્યારે ફ્લાયઓ‌વરની કામગીરી વેળા લોકો સર્વિસ રોડનો ઉપયોગકરી શકે તે હેતુથી સર્વિસ રોડની મરંમત પહેલા કરવી પડશે. આ ઉપરાંત સર્વિસ રોડ પરના અન્ય દબાણો પણ દૂર કરવા પડશે તો જ લોકો તેનો ઉપયોગ સારી રીતે કરી શકશે. 32 કરોડના ખર્ચે નિર્માણ થનાર ફ્લાયઓ‌વરના કામમાં એજન્સી દ્વારા કઇ ગતિએ કામ થાય છે તે પણ મહત્વનું બની રહેશે.

કારણ કે સરકારી ખાતાઓના કામોમાં અવારનવાર જે તે વખતે વિલંબ થતો હોય છે અને પાછળથી મુદ્દત વધારો કરવો પડતો હોય છે. આગેવાનો દ્વારા આજે કાર્યક્રમમાં ચિંતન કરાયું હતું અને તેમાં આડકતરો એક વર્ષ સુધી લોકોને તકલીફ રહેશે તેવો સંકેત પણ અપાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ જણાવ્યું હતું કે, વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ ટાગોર રોડના સર્વિસ રોડની હાલત ખખડધજ છે. લોકો ઉપયોગ કરી શકતા નથી. આ રોડની સુવિધા પહેલા વ્યવસ્થિત રીતે લોકોને ઉપલબ્ધ કરાવવા અગાઉ પણ માગણી કરવામાં આવી છે પણ તંત્રની ઉંઘ ઉડી નથી.

અન્ય સમાચારો પણ છે...