તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વાડીનાર અંદરની જેમ કંડલામાં દાંડાઇ કરતા કર્મીઓ સામે પગલાં ક્યારે?

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલમ 56-જે નું હથિયાર ઉગામી કામ ન કરતા કર્મીઓને ઘરનો રસ્તો દેખાડ્યો
  • દીન દયાળ પોર્ટ પ્રશાસન એઓ બિલ્ડીંગમાં માત્ર માસીક રિપોર્ટ પર અવલંબે છે

જે કર્મચારીઓને 30 વર્ષથી સેવા કે 55 વર્ષની ઉંમર થઇ ગઇ હોય કે પરફોમન્સ કામગીરીમાં દેખાડતા ન હોય તેને સરકાર છૂટા કરી શકે છે તે અંગે ફંડામેન્ટલ રૂલ્સ 56-જે મુજબ બંદરીય ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા વાડીનાર ખાતે આવી જ રીતે કામગીરીમાં દાંડાઇ કરતા 3 કર્મચારીઓને ઘરનો રસ્તો બતાવી દીધા પછી એઓ બિલ્ડીંગ અને કંડલામાં પણ કેટલાય કર્મચારીઓ પરફોમન્સ દાખવતા નથી અને સનિષ્ઠ કર્મચારીઓ પર કામગીરીનો બોજ વધી રહ્યો છે તેવી ચર્ચાઓ સાથે એઓ બિલ્ડીંગમાંથી ક્યારે આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરીને દાખલો બેસાડાશે તેવો પ્રશ્ન કર્મચારી વર્તૂળોમાંથી ઉઠી રહ્યો છે.

દીન દયાળ પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક બાજુ પોર્ટમાં આઉટ સોર્સીંગના બહાને કર્મચારીઓને કામ આપવામાં કેટલાક એચઓડી દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે. ઓવર ટાઇમ આપવાથી લઇને અન્ય કેટલાય મુદ્દાઓ પર વખતો વખત ચણભણાટ પણ ઉઠે છે. નવી ભરતી થતી નથી તેવા સમયે ખાલી પડેલી જગ્યાઓ પર જેમ તેમ ગાડુ ગબડાવાય છે. દરમિયાન વાડીનારમાં જે રીતે એફઆર (ફંડામેન્ટલ રૂલ્સ) 56-જે મુજબ કાર્યવાહી કરવામાં આવી તેવી રીતે અહીં પણ એઓ બિલ્ડીંગમાં અને કંડલામાં પરફોમન્સ ન દાખવતા કર્મચારીઓ સામે પગલા ભરાવવા જોઇએ તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.

જે તે સમયે અગાઉ આ મુદ્દો ચગ્યો પણ હતો. પરંતુ કોઇને કોઇ કારણોસર કાર્યવાહી થઇ ન હતી. દરમિયાન જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ત્રીમાસીક મીટિંગ બોલાવીને જે તે એચઓડી, સામાન્ય વિભાગ અને અન્ય એક વિભાગ મળીને સમિક્ષા કરવામાં આવતી હોય છે. આવી સમિક્ષામાં નિલ રીપોર્ટ તૈયાર કરી દેવામાં આવે છે. હકીકતે કેટલાય કર્મચારીઓ કામ કરતા નથી તેનું કામનું ભારણ અન્ય કર્મચારીઓને ભાગે આવતું હોવાથી અન્યાય પણ થતો હોવાની બૂમ ઉઠે છે.

યુનિયનોએ પણ આગળ આવવું જોઇએ
સામાન્ય રીતે દીન દયાળ પોર્ટમાં ચલાવાતી કામગીરીમાં કેટલીક વખત યુનિયનોના દબાણને કારણે કામગીરી થતી ન હોવાની ચર્ચા પણ ઉઠતી હોય છે. પોર્ટ પ્રશાસનને આવી વ્યાજબી બાબતોમાં સહયોગ આપીને યુનિયનોએ પણ કર્મચારીઓને કામ કરે તે માટે શીખામણ આપવી જોઇએ તેવી પણ વાત ઉઠી રહી છે. કેટલાક કિસ્સામાં તો કેટલાક અધિકારી અને યુનિયન આમને સામને આવ્યા પછી જે કામગીરી થવી જોઇએ તે પણ થતી નથી તેવો પણ ચણભણાટ કેટલાક કર્મચારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...