પાણીનો બગાડ:400 ક્વાટર્સમાં જ્યારે પાણી આવે ત્યારે રોડ પર પણ પાણી વહી નિકળે !

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમ્પ લીક હોવાથી મહામુલા પાણીનો છેલ્લા છ મહિનાથી થતો બગાડ
  • મચ્છરજન્ય બીમારીઓ વચ્ચે ભીડભાડ વાળા વિસ્તારમાં પાણીના લીકેજથી ગંદકી

ગાંધીધામના 400 ક્વાટર વિસ્તારમાં સંપમાંથી પાણી લીક થવાથી આખા વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળે છે. પહેલાથીજ મચ્છરજન્ય રોગોએ શહેરનો ભરડો લીધો છે ત્યારે પાણીના વેડફાટ સાથે ગંદકીનો પ્રશ્ન પણ જલદ બન્યો છે.

400 ક્વાટર વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા છ મહિનાથી અહિ આવેલો એક સંપ લીક હોવાથી જ્યારે પાણીનો સપ્લાય ચાલુ થાય ત્યારે તેમાંથી પણ પાણી બહાર આવીને રોડ પર વહેવાનું શરૂ કરે છે. જેથી રોડની હાલત પણ ખસ્તા થઈ ગઈ છે. આ વિસ્તારમાં સતત ભીડ રહે છે ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોને ગંદકીમાંથી ચાલવાની ફરજ પડે છે, રોજ થતી ઘટનાથી મચ્છરોનો ઉપદ્રવ પણ ઘટવાના બદલે વધી રહ્યો છે. વિસ્તારમાં કેટલાક લોકોને ચીકનગુનીયા જેવા કેસ થયાનું પણ સામે આવ્યું છે. એક તરફ જ્યાં પાણી બચાવો ઝુંબેશ તંત્ર ચલાવે છે ત્યારે બીજી તરફ મહામુલા પાણીની કુત્રિમ બેદરકારી અંગે આંખ આડા કાન કરવાની વૃતિથી સ્થાનિકોમાં રોષની લાગણી છે. રહેવાસીઓએ અગાઉ પણ અહિ ગટરના ઢાંકણા બાબતે રજુઆતો કર્યા બાદ પાલિકા જાગી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...