તપાસ:ડીઝલ કેસમાં વિતરક પેઢીના અન્યો પર કાર્યવાહી ક્યારે?

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જથ્થો ગાંધીધામમાં ડિસ્ટ્રીબ્યુશન માટે આવતો હતો
  • ગેરરીતીમાં બે આરોપી સાબરમતી જેલમાં બંધ

બેઝ ઓઈલના નામે ડીઝલ આયાત કરતી લાંબા સમયથી ચર્ચામાં રહેલી ટોળકી પર અમદાવાદ ડીઆરઆઈએ ધોંસ જમાવતા બેની અટકાયત કરી તેમને અમદાવાદ જેલ હવાલે કરી દીધા હતા. પરંતુ આજ પેઢીના અન્ય મુખ્ય માથાઓ પર કાર્યવાહી ક્યારે થશે તે સબંધીત વર્તુળોમાં ચર્ચાનો વિષય બનેલો છે. કાસેઝથી આઠ કન્ટેનરમાં 56 લાખની કિંમતનું ડિઝલ ભરીને બહાર નિકળતા સમયે ડીઆરઆઈએ જપ્ત કરી લીધુ હતું. આ જથ્થો અહીથી ગાંધીધામની ઓમ કોર્પોરેટ પ્રા. લી. માં જતો હોવાનું તપાસમાં ખુલ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

ત્યારે અગાઉજ આ પ્રકરણમાં જેલના સળીયા ગણી રહેલા ચીરાગ ખંડોર અને નીરવ પ્રજાપતી સાથેના અન્ય ડાયરેક્ટર, કે ભાગીદાર હજી પણ આઝાદ ફરતા હોવાથી સબંધીત વર્તુળોમાં આ અંગે પ્રશ્નો ઉભા થયા છે અને ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ ગાંધીમાર્કેટ પાસે જીએસટીની ટીમ પણ ચક્કર મારી આવી હોવાની ચર્ચા હતી, જેનું પણ બેઝઓઈલ ક્નેક્શન હોવાનું મનાય છે. ત્યારે બહાર ફરતા અન્ય સંચાલકો પર કાર્યવાહી ક્યારે થશે તે સવાલ ઉઠવા પામ્યો છે. બીજી તરફ સંકુલમાં હજી પણ છાનેછપને આ ધંધો ધીકતો હોવાની પણ ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...