તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:શોર્ટ ફિલ્મના ધંધામાં ખોટ ગઇ તો સાગરિતો સાથે મળીને યુવતીનું અપહરણ કરી 10 કરોડ માગ્યા

ગાંધીધામ, અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજારના ચકચારી અપહરણ-ખંડણીકાંડનો અંતે સવા બે મહિના બાદ ભેદ ઉકેલાયો
  • 15/1 ના બનેલી ઘટનાને અંજામ આપનારા ચાર પકડાયા, 1 આરોપી હજી ફરાર : બે કાર અને 5 મોબાઇલ જપ્ત કરાયા

અંજારમાં મકરસંક્રાંતિના બીજા જ દિવસે અંજારના વેપારીની દિકરીનું અપહરણ કર્યા બાદ રૂ.10 કરોડની ખંડણી માગી હોવાની ચકચારી ઘટનાને અંજામ આપનાર ચાર આરોપીઓને પોલીસે પકડી લેતાં અંતે સવા બે મહિને આ બનાવનો ભેદ ઉકેલાયો છે.

જપ્ત કાર.
જપ્ત કાર.

આ બાબતે અંજાર વિભાગના ડીવાયએસપી ડી.એસ.વાઘેલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.15/1 ના રોજ સાંજે અંજારના વિજયનગર વિસ્તારમાં રહેતા વેપારીની દિકરીનું અપહરણ કરી રૂ.10 કરોડની ખંડણી માગવાના ચકચારી બનાવને અંજામ આપનાર અંજારના વિજયનગર વિસ્તારમાં જ કોર્ટની સામે રહેતા 31 વર્ષીય હિતેષભાઇ ઉર્ફે રાજ જયંતિલાલ કાતરીયા (સોરઠછયા),33 વર્ષીય રવજીભાઇ ઉર્ફે રવિ ખીમજીભાઇ હડિયા, મુળ ભુજ તાલુકાના નાગોરનો હાલે અંજારના દબડા વિસ્તારમાં રહેતા વિકાસ દયારામ કાતરિયા અને મુળ થરાદના હાલે અંજારના ચિત્રકુટ રહેતા હસમુખ બાબુભાઇ માળીને પકડી લીધા હતા. જો કે હજી એક ઉપેન્દ્ર વિશ્વકર્મા નામનો આરોપી પકડવાનો બાકી છે.

પત્રકારોને વધુ વિગતો આપતાં વાઘેલાએ જણાવ્યું હતું કે, તા.15/3 ના બનેલા બનાવમાં વિજયનગર રહેતો હિતેષ ઉર્ફે રાજ યુ-ટ્યુબ ઉપર શોર્ટ ફીલ્મ બનાવવાનો ધંધો કરે છે જેમાં તેને ખોટ જતાં દેવું વધી જવાને કારણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે અપહરણની ઘટના બાદ અપહ્યત દિકરી ભુજના હિલ ગાર્ડન પાસેથી મળી જતાં પરિવારને સોંપી હતી પણ આરોપીઓ હાથ લાગ્યા ન હતા. અંજાર પોલીસ મથકના પીઆઇ એમ.એન.રાણા અને તેમની અલગ અલગ ટીમોએ હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ચકચારી ઘટનાને અંજામ આપનાર આરોપીઓને રાઉન્ડઅપ કરી ભેદ ઉકેલલ્યો હતો. પોલીસે ચાર આરોપીઓ પાસેથી બે કાર અને 5 મોબાઇલ મળી કુલ રૂ. 6,35,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ અપહરણ માટે ટીપ્સ આપી અને શેઠે આખરી અંજામ આપ્યો
ડીવાયએસપી વાઘેલાએ પત્રકારોને આપેલી વિગતોમાં તેમણે જણાવ્યું હતું કે, વેપારીની દિકરીનું અપહરણ કરનાર હીતેષ ઉર્ફે રાજ શોર્ટ ફીલ્મના નિર્માણનો બિઝનેશ કરતો હતો જેમાં ઉદ્યોગમાં ખોટ જતાં દેવું વધી ગયું હતું. આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવાના રસ્તા તે વિચારી રહ્યો હતો તેમાં તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ આ વેપારીની દિકરીના અપહરણ કરી રૂપિયા મેળવવા ટીપ આપી હતી અને શેઠ હિતેષ ઉર્ફે રાજે પોતાના સાગરિતો સાથે અંજામ પણ આપી દીધો હતો.

આરોપીએ બનાવટી દસ્તાવેજો આપી સીમ કાર્ડ સુરતથી મગાવ્યા હતા
આ ચકચારી અપહરણ અને ખંડણી કાંડને અંજામ આપનાર આરોપી હિતેષ ઉર્ફે રાજે સીમ કાર્ડ પણ એકનું આધારકાર્ડ અને ફોટો બીજાનો એમ બનાવટી દસ્તાવેજો બનાવી સુરતથી મેળવ્યા હોવાની વાત પણ પત્રકારોને ડીવાયએસપીએ કરી હતી અને આ બનાવમાં હજી પણ જે સામેલ હશે તે આરોપીઓને પકડવામાં આવશે તેવું જણાવાયું હતું.

ફિલ્મમાં કામ કરવાનું જણાવી પ્રોફાઇલ મગાવાયા બાદ ખોટો ઉપયોગ પણ કરતો
શોર્ટ ફીલ્મનો ઉદ્યોગ કરતો આ અપહરણ કાંડનો આરોપી હિતેષ ઉર્ફે રાજ પોતાની ફીલ્મમાં કામ કરવા માટે પ્રોફાઇલ સોશિયલ મીડીયા મારફત મગાવતો અને આ પ્રોફાઇલનો ઓટો ઉપયોગ પણ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો