ક્રાઇમ:નાસ્તો કરાવવાની ના પાડી તો મિત્રએ છરી ઝીંકી

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સથવારા કોલોની પાસે બનેલી ઘટના

ગાંધીધામના સથવારા કોલોની પાસે નાસ્તો કરી રહેલા યુવાનને તેના મિત્રએ નાસ્તો કરાવવાનું કહેતાં તેણે ના પાડી દેતાં મિત્રએ છરી ડાબા ખભા ઉપર ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. સેક્ટર-6 ગણેશનગરમાં રહેતા અને ગેરેજ ચલાવતો 20 વર્ષીય અમિત કાનજીભાઇ ધુઆ રાત્રે પોણા અગિયાર વાગ્યાના અરસામાં સથવારામાં આવેલી સિતારામ પાઉંભાજીની રેકડી પર નાસ્તો કરવા ગયો હતો. તે નાસ્તો કરી રહ્યો હતો

ત્યારે ગણેશનગરમાં જ રહેતો નિતિન ગોવિંદ મારાજ તેની પાસે આવ્યો હતો અને નાસ્તો મને કરાવ કહ્યું હતું જેમાં અમિતે પોતાની પાસે પૈસા નથી હું નાસ્તો નહીં કરાવું કહેતાં ઉશ્કેરાયેલા નિતિને ભૂંડી ગાળો આપતાં અમિતે ગાળો બોલવાની ના પાડી હતી જેમાં વધુ ઉશ્કેરાયેલા નિતિને છરી કાઢી અમિતના ડાબા ખભા ઉપર ઝીંકી દીધી હતી અને બીજો ઘા મારવા ગયો ત્યારે પાઉંભાજીની રેકડીના માલિકે વચ્ચે પડી તેને બચાવ્યો હતો. જતાં જતાં નિતિને આજે તો તું બચી ગયો છો હવે જ્યા઼ ભેગો થઇશ ત્યાં જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત અમિતને રામબાગ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ એએસઆઇ વિષ્ણુભાઇ પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...