તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાનો હલ:વરસામેડી સમ્પમાં બંધ પડેલો વાલ્વ ખોલાવી પાણી છોડાયું, પાણી સમસ્યા હલ થવાનો આશાવાદ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 એમએલડીથી વધુ પાણી મળતું હોવા છતાં અવારનવાર ઉહાપોહ !
  • ગાંધીધામ નગરપાલિકાના જુના જોગી કર્મચારીની મહેનત લેખે લાગતા પાણી મળશે

ગાંધીધામ નગરપાલિકાને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું હોવા છતાં સમસ્યા કેટલાક વિસ્તારોમાં યથાવત રહી છે. પાણી મળતું ન હોવાની સમસ્યા ઉકેલવા મથામણ કરવામાં આવે છે, પણ કેટલાક સંજોગોમાં તેમાં સફળતા મળતી નથી. તાજેતરમાં વરસામેડી સમ્પ ખાતે બંધ પડેલ વાલ્વ ખોલીને પાણી શરૂ કરવામાં આવતાં કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાનો હલ આવશે તેવો આશાવાદ પાલિકા રાખી રહી છે. શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાની ખામી અને પાણી પુરવઠા બોર્ડ તથા પાલિકા વચ્ચે પાણી આપવાની પધ્ધતિ સામે અવારનવાર વિવાદ થયા છે.

પાણી પુરવઠા બોર્ડ વધુ પાણી આપે છે અને રામબાગ સુધી પહોંચતાં તેમાં પાણીની ઘટ જોવા મળતી હોય છે. આંકડાકીય માયાજાળમાં લોકોને પૂરતું પાણી મળતું નથી તે હકિકત છે. વરસામેડી સમ્પ ખાતે પાણીની લાઇનનો વાલ્વ બંધ હતો તે પ્રવિણભાઇ ગઢવી, જગદિશભાઇ મકવાણા, કાનજીભાઇ માતંગ, કિશોરભાઇ દાફડા વગેરેની ટીમે ખોલાવ્યા બાદ પાણીની સમસ્યા હલ થશે તેવો દાવો થઇ રહ્યો છે. જો કે, ગાંધીધામ-આદિપુરના ઘણા વિસ્તારોમાં હજુ પાણી મળતું ન હોવાની ફરિયાદ યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...