તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધતા તાપ વચ્ચે ઘટતો પાણી સપ્લાય:પાણી આવતું જ નથી, ઉનાળો કેમ જશે?, 6-સીના લોકોએ પાણી માટે પાલિકામાં બોલાવ્યો હલ્લો

ગાંધીધામ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉથી જ ખપત અનુસાર પાણી ના આપી શકતી પાલિકા ઉનાળામાં વધતી માંગને કઈ રીતે પહોચશે?

હજી તો ઉનાળાની શરૂઆત જ થઈ રહી છે ત્યારે ગાંધીધામ સંકુલમાં પાણી સપ્લાયને લઈને લોકોના ટોળા નગરપાલિકા કચેરીએ આવવાના શરૂ થઈ ગયા છે. જોકે, ગાંધીધામ સુધરાઈ માટે આ દ્રશ્યો નવા પણ નથી, અને આ વખતે તો શિયાળાના અંતથીજ જોવા મળી રહ્યા હતા. શનિવારે 6સીના લોકોના ટોળાએ નગરપાલિકાએ પહોંચીને પાણી ના આવતું હોવાનો સુર ઉઠાવ્યો હતો. તેમને સીઓએ સાત્વંના આપીને સપ્લાય શરૂ થતા સ્થિતી જોવા તે આવશે તેમ જણાવ્યું હતું.

શનિવારના સવારે ગાંધીધામ નગરપાલિકામાં આદિપુરના વોર્ડ 6સીના રહેવાસીઓએ આવી પહોંચીને ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવ્યું હતું કે તેવો બે મહિના પહેલા પણ આજ સમસ્યા લઈને આવ્યા હતા, ત્યારબાદ પણ તેમણે લેખીત, મૌખીક આ રજુઆત કરી હતી. તો વધુ એક વાર ફરી તેવો પાણી ના આવતું હોવાની ફરિયાદ લઈને આવ્યા છે અને ધક્કા ખાઈ ખાઈને તેવો કંટાળ્યા છે. સામાજિક કાર્યકર્તા સમીરભાઈ દુદાણી અને ઉપસ્થિત સ્થાનિકોએ રજુઆતો પર પ્રશાસન ધ્યાન ન આપતું હોવાનું જણાવી તેના કારણે લોકોને ભારે સમસ્યા ભોગવી પડતી હોવાનું જણાવ્યું હતું.

રજુઆત બાદ ચીફ ઓફિસર ચાવડાએ હાલ પાણી સપ્લાયને લગતી સમસ્યા હોવાનું સ્વિકારીને બહુ જલદી તેનો નિપટારો થશે તેમ કહી, જ્યારે સમાધાન થશે ત્યારે પોતે સ્થિતી ચકાસવા આવશે તેમ જણાવ્યું હતું. નોંધવુ રહ્યું કે ઉનાળાની શરૂઆત સાથે પાણીની માંગમાં પણ વધારો થશે ત્યારે પહેલાજથી જરૂરીયાત અનુસારની સપ્લાયને પહોંચી ના વળતી પાલિકા આ વધારા સાથે કઈ રીતે બાથ ભીડશે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે સંકુલની દરોરોજની ખુલ ખપત 32 એમએલડી જેટલી છે, જ્યારે કે તેની સામે માત્ર 20 થી 22 એમએલડીનો સપ્લાયજ શહેરને મળે છે. તેમાંય મોટર બગડી જવી, નર્મદા કેનાલ કે પાઈપમાં ભંગાણ સહિતની સમસ્યાઓ સતત પરેશાનીનો સબબ બનતી રહે છે.

રામબાગના ટાંકાનું ખરેખર કેટલું પાણી ગાંધીધામ સુધી પહોંચે છે?
નગરપાલિકાનું પાણી પુરવઠા બોર્ડને 60 કરોડ જેટલું જંગી ચુકવણુ બાકી છે ત્યારે પાણી સપ્લાયને લઈને અવાર નવાર અડચણો આવતી રહી હોવાનું જાણવા મળે છે. રામબાગ ટાંકામાં અપાતા સપ્લાયમાં પાણી પુરવઠા બોર્ડના આંકડા અને પાલિકાની ગણવામાં ફેર આવતો હોવાની શંકા સેવાતી રહી હતી, ત્યારે થોડા સમય અગાઉ રામબાગ પાણી ટાંકા પર પાણીનું મીટર લગાવાયું છે. તો આ ટાંકાથી નિકળતું કેટલું પાણી ગાંધીધામ પહોંચે છે ? તે પણ યક્ષ પ્રશ્ન છે.

30 કરોડના ખર્ચે શહેરભરમાં બીછાવાતી પાણીની લાઈનોઃ ભૂતિયા ક્નેક્શન બંધ થશે?
નગરપાલિકા દ્વારા 30 કરોડના જંગી ખર્ચે સંકુલભરમાં પાણીની નવી પાઈલલાઈન નાખવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી તેનો અનુભવ દરેક વિસ્તારના લોકોને થઈ રહ્યો છે ત્યારે પ્રશાસન દ્વારા આ નવી પાણી યોજના પુર્ણ થતા ભુતીયા ક્નેક્શનો પર સંપુર્ણ કાપ આવશે તેવો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ શું તે ખરેખર થશે અને થશે તો ક્યારે ? તે મુખ્ય પ્રશ્ન બની રહ્યો છે.

આદિપુરમાં 3 દિવસે પાણી સપ્લાય
પાણી આવતું ના હોવાથી મહિનાથી ઉઠી રહેલી બુમ વચ્ચે પ્રશાસન તો સમયાંતરે કરવામાં આવેલા વાયદા અનુસારનું પાણી વિતરણ કરાઈ રહ્યાનો દાવો કરતું જોવા મળે છે. ગાંધીધામમાં એકાંતરે તો આદિપુરમાં ત્રણ દિવસે સપ્લાયના દાવા વચ્ચે નાગરિકોનો અનુભવ અલગજ છે.

નગરપાલિકાની ચૂંટાયેલી પાંખના અભાવે કોઇ ધ્યાન આપતું નથી!
તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીઓ પુર્ણ થઈ છે ત્યારે હજી સુધી નગરપાલિકાની વિવિધ સમીટીઓનું ગઠન નથી કરાયું. જેથી ચૂંટાયેલી પાંખના અભાવે લાખો લોકો માટે મોટા બનતા જઈ રહેલા આ પ્રશ્ન અંગે ધ્યાન ન અપાઈ રહ્યું હોવાનો સુર પણ ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...