તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરીયાદ:પોર્ટ પર કામદારોને પાણીની સુવિધાના આદેશનો ઉલાળીયો

ગાંધીધામ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટીના જાડી ચામડીના અધિકારીઓ ચેરમેનને પણ ગાંઠતા ન હોવાનો ઘાટ

બંદર પર પીવાનું પાણી મળતું ન હોવાની ફરીયાદ ઉઠ્યા પછી ખૂદ ચેરમેને પણ જવાબદાર અધિકારીઓને સૂચના આપ્યા પછી પણ હજુ કોઇ ઉકેલ આવ્યો નથી તેવી ફરીયાદ ઉઠી રહી છે. ચેરમેનની સૂચનાને પણ ઘોળીને પી ગયેલા અધિકારીઓના પેટનું પાણી કેમ હલતું નથી તે પણ એક પ્રશ્ન છે.  બંદર પર કામદારોને પીવાનું પાણી આપવામાં નિષ્ફળ ગયેલા પોર્ટ પ્રશાસન સામે અગાઉ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ આવેલી ફરીયાદોને કચરા ટોપલીના હવાલે કરી દેવામાં આવે છે. સખત તાપમાં કામ કરતા કામદારો માટે પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થા થઇ શકી નથી. સફાઇ પણ જે રીતે થવી જોઇએ તે થતી ન હોવાની ફરીયાદો ઉઠી રહી છે. પાણીનો પાઇપ બદલવા પણ પોર્ટ પ્રશાસનના અધિકારીઓ જહેમત ઉઠાવતા નથી. આ બાબતે અવારનવાર ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોર્યું છે પણ પગલા ભરાતા નથી. બીજી તરફ લાખો રૂપિયાનો ખર્ચ અન્ય જગ્યાએ કરીને ડીપીટી પગલા ભરાવે છે. પરંતુ આ માળખાકીય સુવિધા આપવામાં નિષ્ફળ ગઇ છે. એચએમએસના અગ્રણી અને પૂર્વ લેબર ટ્રસ્ટી મનોહર બેલાણીએ આ બાબતે ચેરમેન વગેરેનું ધ્યાન દોરીને પગલા ભરવા માગણી કરી છે. ચેરમેન એસ.કે. મેહતાએ હવે આવા જાડી ચામડીના અને કામદારોને હેરાનગતિનો ભોગ બનાવનાર અધિકારી સામે કડક હાથે કામ લે તેવી લાગણી કામદારોમાંથી ઉઠી રહી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો