તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પાલિકાની ચૂંટણીમાં જંગી લીડ વાળા વોર્ડ નં. 10ને ક્યારે ઇનામ અપાશે?

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 10માં અન્ય પક્ષના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઇ હતી
  • ભાજપના ચૂંટણી ઇન્ચાર્જે બહુમતી મળે તેને 51,000ની જાહેરાત કરી હતી

ગાંધીધામ નગરપાલિકા ની યોજાયેલી ચૂંટણી મા જે તે વોર્ડમાં બહુમતી મળશે તેને 51 હજારનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત જે તે સમયે ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. 13 વોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ ગયા પછી લાંબો સમય થઈ ગયો પરંતુ વોર્ડ નંબર 10 કે જેમાં ભાજપને તોતિંગ બહુમતી મળી અને અન્ય પક્ષના કેટલાક સભ્યો ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઇ હતી. અત્યાર સુધી વિજેતા થયેલા ઉમેદવારોને જાહેરાત મુજબ ઇનામ આપવા માટે સન્માન સમારંભ કે અન્ય કોઈ કામગીરી કરવામાં આવી નથી, તેવો પ્રશ્ન ભાજપના વર્તુળોમાંથી જ ઊભો થયો છે.

મળતી માહિતી મુજબ વર્ષોથી નગરપાલિકા પણ ભાજપનું શાસન છે. ભાજપના શાસનને ઉખાડી ફેંકવા માટે કોંગ્રેસ દ્વારા દર ચૂંટણીમાં પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ સફળતા મળતી નથી. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ એકંદરે સારો કહી શકાય તેમ ન રહ્યો અને અગાઉ સાત બેઠકો હતી તેમાં પણ ઘટાડો થઈ ને પાંચ બેઠકોમાં સંતોષ માનવો પડ્યો હતો. આવા સંજોગોમાં ચૂંટણી પહેલા ભાજપના ચૂંટણી નિરીક્ષક નારીભાઈ પરીયાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે કોઈ વોર્ડમાં જંગી બહુમતી મળે છે તેને 51 હજારનું ઇનામ આપવામાં આવશે.

આ ઇનામ મળે તે માટે ભાજપની કેટલીક પેનલો દ્વારા એડીચોટીનું જોર લગાવીને પેનલ ટુ પેનલ મતદન થાયતે માટે પ્રયત્ન કર્યા હતા. આદિપુરમાં આવેલા વોર્ડ નંબર 10 સામે ટક્કર લઈ શકયા ન હતા. 13 વોર્ડમાં વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ બેઠકો પર બહુમતી મળી હતી જેને લઇને 51 હજાર ઈનામના દાવેદાર બન્યા હતા. ચૂંટણી સંપન્ન થઈ ગયા પછી હાલ નગરપાલિકામાં નવી ટીમ ભાજપની આવી ગયા પછી પણ આ બાબતે કોઈ ઉલ્લેખ કલમ આવતો નથી.

શહેર ભાજપના સંગઠનમાં કોઇ નેતા ન હોવાથી પણ જે દબાણ થવું જોઈએ તે થતું હોવાથી સન્માન સન્માન ગોઠવવાનો છે તે પણ ગોઠવી શકાતું નથી. કોરોનાની સ્થિતિ હવે થોડી હળવી બન્યા પછી કાર્યક્રમ યોજાશે તેમ જણાય છે.જોકે વહેલી તકે તોતિંગ બહૂમતિ મેળવેલ પેનલની પીઠ થાબડવી જરૂરી બની છે, તેવો ચણભણાટ પણ ભાજપમાં ઉઠ્યો છે.

સુધરાઇને કોંગ્રેસ મુક્ત કરવાનો પણ ભાજપ દ્વારા પ્રચારમાં થાય છે પ્રયત્ન
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ દ્વારા અગાઉ એવા પણ પ્રચાર કરવામાં આવ્યા હતા કે આ વખતે પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર નહીં ચૂંટાય અને તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે. કોંગ્રેસને પાલિકા મુક્ત કરવાના અભિયાનની વાતો કરી પરંતુ ભાજપના નેતાઓને તેમાં સફળતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...