તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતર્કતા:કંડલા-મુંદ્રા પોર્ટમાં જપ્ત વર્ષોથી પડેલી યુદ્ધ સામગ્રી આખરે ડિસ્પોઝ કરવામાં આવી, બંદરોમાંથી ભયજનક સામગ્રી હટાવવા ડ્રાઇવ

ગાંધીધામ10 દિવસ પહેલાલેખક: સંદીપ દવે
 • કૉપી લિંક
વિશેષ ટીમે ભયજનક કે રિસર્ચ યોગ્ય સામગ્રીને અલગ તારવી હતી. - Divya Bhaskar
વિશેષ ટીમે ભયજનક કે રિસર્ચ યોગ્ય સામગ્રીને અલગ તારવી હતી.
 • આર્મી બોમ્બ ડિસ્પોઝલ ટીમે કાર્ગોની તપાસ કરીને 15 કન્ટેનરમાં જથ્થો નાગપુર રવાના કર્યો

છેલ્લા 20થી 30 વર્ષે કચ્છના કંડલ અને મુન્દ્રા પોર્ટમાં પડી રહેલો યુદ્ધ સામગ્રીના જથ્થાને વિશેષ ડ્રાઈવ અંતર્ગત હટાવવામાં આવ્યો હતો. આર્મી બોમ્બ ડિસ્પોઝલની વિશેષ ટીમે બન્ને સ્થળોની મુલાકાત લઈને આ કાર્ગોની તપાસ કરી હતી અને તેમાં હજી પણ જીવંત લાગતા શેલ, બોમ્બ સહિતની સામગ્રીને 15 કન્ટેનરમાં ભરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાગપુર લઈ જવાયો હતો.

વિશેષ ટીમે ભયજનક કે રિસર્ચ યોગ્ય સામગ્રીને અલગ તારવી હતી
વિશેષ ટીમે ભયજનક કે રિસર્ચ યોગ્ય સામગ્રીને અલગ તારવી હતી

2020માં લેબનનની રાજધાની બૈરુતના પોર્ટમાં સ્ટોર કરેલા એમોનીયમ નાઈટ્રેટ થકી થયેલા ભયાનક ધડાકાના દ્રશ્યો હજી પણ લોકોના સ્મૃતિપટલ પર તાજા છે ત્યારે તેનાથી સતર્ક થઈને કસ્ટમ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ડ્રાઈવ શરૂ કરીને તમામ પોર્ટમાં વર્ષોથી પડેલા આવા ભયજનક સામગ્રીને હટાવવાનું અભિયાન છેડ્યું હતું. દેશના પશ્ચીમી છોડ પર આવેલા દેશના સૌથી વધુ કાર્ગો હેંડલીંગ કરતા કંડલા અને મુંદ્રા પોર્ટ પર આ ડ્રાઈવ સંદર્ભે વિશેષ રુપે ગઠીત કરાયેલી કર્નલ કક્ષાના અધિકારીની આગેવાની હેઠળની આર્મી બોમ્બ ડીસ્પોઝલ ટીમ આવી પહોંચી હતી. જેમણે 1995થી 2015 સુધીના ગાળામાં અહી આવેલી યુદ્ધ સામગ્રી તપાસી અને તેમાં જે જીવંત, ભયજનક કે રીસર્ચ યોગ્ય સામગ્રી લાગી તેને અલગ તારવી હતી.

વિશેષ ટીમે ભયજનક કે રિસર્ચ યોગ્ય સામગ્રીને અલગ તારવી હતી
વિશેષ ટીમે ભયજનક કે રિસર્ચ યોગ્ય સામગ્રીને અલગ તારવી હતી

કંડલા થી આ પ્રકારના 13 અને મુંદ્રાથી આવા 2 કન્ટેનર લોડ કરીને નાગપુર જવા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રવાના થયા હતા. કંડલા મુંદ્રા કસ્ટમ કમિશનર ટી. રવીએ વર્ષોથી લંબીત આ કાર્યને આટોપવામાં અગ્રીમતા આપતા ત્રણ દશકા બાદ ભયજનક સામગ્રીનો આખરે કસ્ટમ વિભાગ નિકાલ કરી શક્યો હતો. જુના ટેંકને લઈ જવા એક ઓપન ટ્રકનો પણ આ ગતીવીધીમાં ઉપયોગ કરાયો હતો.

વિશેષ ટીમે ભયજનક કે રિસર્ચ યોગ્ય સામગ્રીને અલગ તારવી હતી
વિશેષ ટીમે ભયજનક કે રિસર્ચ યોગ્ય સામગ્રીને અલગ તારવી હતી

ઈરાક- ઈરાન યુદ્ધ સહિતના દેશોથી સ્ક્રેપના નામે આયાત થયા હતા
કચ્છમાં ઠલવાયેલી આ સામગ્રી સ્ક્રેપના નામે અલગ અલગ દેશોથી આવી હતી. જેનું કસ્ટમ દ્વારા ચેકિંગ કરાતા તેમાંથી વોર મટીરીયલ મળી આવતા તેને અલગ તારવીને સીઝ કરાયા હતા. સુત્રોએ જણાવ્યું હતું કે ગત દશકામાં થયેલી ઈરાક ઈરાન જંગમાં નિકળેલો જથ્થો તેમજ ગલ્ફ દેશોથી આ પ્રકારનો જથ્થો અહી સ્ક્રેપના નામે લવાયો હતો. ભારત સ્ક્રેપના ઈમ્પોર્ટને ઉર્જાના પુનઃઉપયોગના સિદ્ધાંત હેઠળ પરવાનગી આપતું હોવાથી તેનો ગેરલાભ ઉઠાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો