તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી સ્પોટ્સ:સુરતના વિવાન દવેએ કચ્છના યશ સિંઘ અને વડોદરાના નિત્ય શાહને ટીટીમાં શિકસ્ત આપી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરમાં ટીટી ચેમ્પિયનશીપ સ્પર્ધા ખુલ્લી મુકાઇ
  • ભાવનગર, સુરત, અમરેલીના ખેલાડીઓએ વિજય મેળવ્યા

પ્રતિભાશાળી ખેલાડીઓ, ઉભરતા સ્ટાર અને ભાવિ સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડીઓ ગુરુવારથી શરૂ થયેલી એસબીઆઇ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિ્ક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના પ્રારંભ સાથે જ સક્રિય બની ગયા છે. જીએસટીટીએના ઉપક્રમે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ગુરુવારે સબ જુનિયર બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં ક્વોલિફાઈંગ રાઉન્ડનો પ્રારંભ થયો હતો. આદિપુરમાં શરૂ થયેલી આ સ્પર્ધામાં પ્રથમ દિવસે જ જે તે જિલ્લાના ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું.

ગાંધીધામના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલા અંડર-15 ગર્લ્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાં કેટલાક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા કેમ કે અમદાવાદની સિદ્ધિ પટેલે બરોડાની સુઝાન ચૌહાણ સામે વિજય હાંસલ કર્યો હતો અને ત્યાર બાદ ભાવનગરની ઝલક ડોડિયાને ભાવનગરની જ રૂદ્રી શુક્લાને હરાવીને સિદ્ધિએ વિજયની હેટ્રિક નોંધાવી હતી. જોકે ભાવનગરની ભૂમિ ગોહીલે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બરોડાની ઉપાસના પિલ્લાઈને હરાવ્યા બાદ સુરતની સાન્યા આચ્ચાને સીધી ગેમમાં હરાવી હતી.

અમદાવાદની કશીશ ડેએ પણ શાનદાર ફોર્મ દાખવ્યું હતું અને સુરતની પ્રતિષ્ઠા તોશનીવાલને હરાવ્યા બાદ ભાવનગરની વિશ્રુતિ જાધવ સામે આસાન વિજય હાંસલ કર્યો હતો. અમદાવાદની પ્રાથા પવારે સુરતની આભા રાવત સામે અને શિવાની ડોડિયા સામે આસાન વિજય હાંસલ કર્યો હતો. દરમિયાન અંડર-15 બોયઝમાં અમદાવાદના હિમાંશ દહિયાએ જોરદાર ફોર્મ દાખવી પહેલા તો પોરબંદરના ધાર્માન પૌનને પછી સુરતના યુગ પરમારને હરાવ્યો હતો. સુરતનો વિવાન દવેએ કચ્છના યશ સિંઘને અને બરોડાના નિત્ય શાહ સામે વિજય હાંસલ કર્યો હતો.

ભાવનગરના સંકેત શાહની રમતમાં ચડાવ ઉતાર આવ્યા હતા પણ રમત પર પોતાની પકડ મજબૂત રાખીને તેણે અમરેલીના હેત ઠક્કર અને ત્યાર બાદ અમદાવાદના પ્રથમ મહેતા સામે મેચ જીતી હતી. બરોડાના અભલાક્ષ પટેલ સાથે પણ લગભગ આમ જ બન્યું હતું. તેણે ભાવનગરના યુગ અંધારિયા બાદ અમદાવાદના અવનિશ ભાવે સામે વિજય હાંસલ કર્યો હતો. સુરતના નિવ ખિવસેરાએે ભાવનગરના વંદન સુથારિયા સામે વિજય હાંસલ કર્યા બાદ અમદાવાદના વિહાન તિવારીને હરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...