તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:2.53 કરોડના ખર્ચે સ્થાપિત બે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરની હોસ્પિટલમાં ડીપીટીનુ આયોજન
  • દીનદયાળ પોર્ટના ચેરમેન અને અધિકારીઓનું સન્માન કરાયું

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે દીન દયાળ પોર્ટ દ્વારા રૂા. 2.53 કરોડના ખર્ચે સ્થાપિત 2000 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રીસર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રીપદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રી શાન્તનુ ઠાકુર પણ વર્ચ્યુઅલ રીતે જોડાયાં હતાં

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, કોરોનાએ આપણને ઓક્સિજનની જરૂરિયાત સમજાવી છે. આજે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની સી.એસ.આર. એક્ટીવિટીમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ નિર્મિત કરવામાં આવ્યો છે.

વિભાવરીબેન દવે એ ડી. પી. ટી. ના ઉમદા કાર્ય ને રાજ્ય સરકાર વતી બિરદાવતાં ધન્યવાદ માન્યો હતો અને ડી. પી. ટી. ના ચેરમેન સંજય મહેતા, ડેપ્યુટી ચેરમેન નંદિશ શુક્લા, અને ડેપ્યુટી ચીફ મિકેનીકલ એન્જિનિયર સુશીલ નાહક નું ભાવનગર ની જનતા વતી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ વખતે ઓક્સિજનની અછત સર્જાઇ હતી તેના પરથી તેની જરૂરિયાત કેટલી છે તે સમજાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...