તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતમાં મોત:ટ્રક અડફેટે બાઇક સવાર વિદ્યામંદિરના ચપરાસીનું મોત, શાળાએ જતાં સર્જાયેલા અકસ્માતમાં એકને ઇજા

ગાંધીધામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગાંધીધામ અને કંડલા વચ્ચે બેફામ વાહન વ્યવહારને કારણે સમયાંતરે જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે જેમાં આજે વધુ એક જીવલેણ ઘટનામાં બેફામ જઇ રહેલા ટ્રક ચાલકે બાઇક પર જઇ રહેલા કંડલા ભારતી વિદ્યાલયના પ્રાયમરી વિભાગના ચપરાશીનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું, તેમની સાથે રહેલા એક કર્મીને ઇજાઓ પહોંચી હતી.

સુંદરપુરી ખાતે રહેતા અને કંડલા ભારતી વિદ્યામંદીર માધ્યમિક શાળામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા 59 વર્ષીય ભુરાભાઇ લાલુભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે કે, આ જ શાળાના પ્રાયમરી વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા તેમના 41 વર્ષીય પુત્ર સુરેશચંદ્ર ભુરાભાઇ વાઘેલા તેમના સહકર્મી હંસ બહાદુર સાથે બાઇક પર શાળા તરફ જઇ રહ્યા હતા.

ત્યારે ગાંધીધામ કંડલા હાઇવે પર નિલકંઠ કાંટા પાસે પૂરપાટ આવેલા વાહન ચાલકે તેમના બાઇકને અડફેટે લેતાં 41 વર્ષીય તેમના પુત્ર સુરેશચંદ્રને ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે મોત નિપજ્યું હતું તો તેના જોડે રહેલા હંસ બહાદુરને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તેમની ફરીયાદના આધારે બી-ડિવિઝન પોલીસે વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો