ગોલમાલ:તુણામાં પશુ તબીબે 28 હજાર ઢોરોને એક જ નંબરનું હેલ્થ પ્રમાણપત્ર આપી છેતરપિંડી કરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ-2016 અને 17 માં કરેલા વિશ્વાસઘાતમાં આધાર પુરાવા મેળવાયા બાદ નિર્ણય લેવાયો
  • એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઈન્ડિયાની ઈન્સ્પેક્શન કમિટિના સભ્યઅે ફોજદારી નોંધાવી

તુણા બંદરેથી નિકાસ થતાં ઘેટાં-બકરાં જેવા પશુઓની તબીબી ચકાસણીમાં ગેરરીતિ આચરી એક જ દિવસમાં હજારો બોગસ હેલ્થ સર્ટીફિકેટ આપનાર અંજારના તત્કાલિન સરકારી પશુ તબીબ વિરુધ્ધ કંડલા મરિન પોલીસ મથકે કેન્દ્રના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રાલય હેઠળ કામ કરતાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ઈન્સ્પેક્ટીંગ કમિટિના મેમ્બર કમલેશ શાહે પટેલ વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

કમલેશ શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, અંજારના તત્કાલિન સરકારી પશુ ચિકિત્સક આર.ડી.પટેલે એક જ દિવસમાં મોટી સંખ્યામાં પશુઓને ચકાસ્યાં હોવાના બોગસ સર્ટી બનાવી, એક જ નંબરના એકથી વધુ પ્રમાણપત્રો આપી સરકાર સાથે છેતરપિંડી આચરી હતી જેમાં 04/09/2016ના રોજ 12,547, 05/09/2016 ના રોજ 12,503, 10/12/2016ના રોજ 654, તા.19/12/2016 ના રોજ 1991 અને તા.12/04/2017ના રોજ 513 એમ કુલ 28,136 પશુઓના બોગસ હેલ્થ સર્ટીફિકેટ ઈસ્યૂ કર્યાં હતા.

કમલેશ શાહે જણાવ્યું કે અબોલ જીવોની નિકાસ પૂર્વે સરકારી નિયમો મુજબ તેમના સ્વાસ્થ્યના પ્રમાણપત્ર રજૂ કરવાના હોય છે. અંજારના વેટરનરી તબીબ તેમાં ભારે ગેરરીતિ કરતાં હોવાની ફરિયાદો મળ્યાં બાદ અમે તપાસ કરતાં તેમની ગોલમાલ બહાર આવી હતી. પટેલે આ મામલે જે-તે સમયે રાજ્યના પશુપાલન વિભાગને પગલાં લેવા રજૂઆત કરાઈ હતી પરંતુ પશુપાલન વિભાગે કોઈ એક્શન ના લેતાં અંતે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરેલી. હાઈકોર્ટના દિશા-નિર્દેશ બાદ તેમણે પશુ ચિકિત્સક આર.ડી.પટેલ વિરૂધ્ધ કંડલા મરિન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની તપાસ પીઆઇ કે.પી.સાગઠીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...