ભરતી:640 હોમગાર્ડના જવાનોની વેરીફિકેશનની પ્રક્રિયા કરાશે

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છ વિસ્તારમાં હોમગાર્ડમાં માનદ ભરતી

પૂર્વ કચ્છ વિસ્તારમાં હોમગાર્ડ દળમાં માનદ હોમગાર્ડ જવાનની ભરતીની પ્રક્રિયા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ અંગે પ્રક્રિયા હાથ ધરીને જુદા જુદા દિવસોએ ઉમેદવારની શારીરીક કસોટી અને અસલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. આ કાર્યને અનુલક્ષીને સંબંધિત ઉમેદવારોને હાજર રહેવા પણ જણાવાયું છે.

પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા ખાતે હોમગાર્ડઝ દળમાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી પ્રક્રિયા સારૂ શારીરીક કસોટી તથા અસલ ડોકયુમેન્ટ વેરીફિકેશનનું આયોજન રમત ગમત સ્પોર્ટસ સંકૂલ ગાંધીધામ ખાતે રાખવામાં આવેલ છે. આદિપુરના 57, ગાંધીધામના 177, તા. 28-11, અંજારના 102, ભચાઉના 99, તા. 29-11, રાપરના 177, ગાંધીધામ(મહિલા)28, તા. 30-11 થઇ ને કુલ 640 ઉમેદવારોએ હાજર રહેવુ તેમ વી.આર.પટેલ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ અને નાયબ પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસના અપુરતા સ્ટાફ કે અન્ય કારણોસર હોમગાર્ડના જવાનોની સેવા લેવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...