કાર્યવાહી:‘નેત્રમ’નો ઇ-મેમો નહીં ચૂકવે તો વાહન જપ્ત

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોંગ સાઇડ, કાળી ફીલ્મ, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરનાર પર કડક કાર્યવાહી કરાશે

ગાંધીધામ શહેરના માર્ગો ઉપર અકસ્માત તેમજ ગુનાખોરીના ગ્રાફને નીચો લાવવા માટે રાજય સરકારના સેફ એન્ડ સિકયોર ગજરાત પ્રોજેકટને ધ્યાનમાં રાખી વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિકયુરીટી (વિશ્વાસ) પ્રોજેકટ અંતર્ગત સીસી ટીવી કેમેરા આધારિત આધારિત નેત્રમ સિસ્ટમસ્થાપિત કરવામાં આવેલ છે, જે અન્વયે રાજયના વિવિધ શહેરોના માર્ગો પર સી.સી.ટી.વી. કેમેરા લગાવી શહેરની સુરક્ષા વધારવાનું અને આ કેમેરા દ્વારા શહેરના માર્ગો પર દેખરેખ રાખી ટ્રાફીક નિયમન અને કાયદો અને વ્યવસ્થાનું પાલન સુચારુ રૂપે કરવાનું છે.

તેમજ કુદરતી આપતિના સમયે માનવીય જોખમોનું નુકશાન ઘટાડવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આ અન્વયે ટ્રાફીક નિયમનો ભંગ કરનારાઓને આ કેમેરાઓની મદદથી ઇ-ચલણ આપી તરત જ દંડ ફ્ટકારવામાં આવે છે.નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) પુર્વ, કચ્છ-ગાંધીધામ દ્વારા હાલમાં મોટર વ્હિકલ એક્ટ-1988 અંતર્ગત રોંગ સાઇડમાં વાહન ચલાવવું, દ્વિ-ચકી (ટુ-વ્હિલર) વાહનમાં જાહેર માર્ગ પર ત્રણ સવારીમાં નીકળવું, ચાલુ વાહન પર મોબાઇલનો ઉપયોગ કરવો, મોટર કારમાં ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવો.

ગેરકાયદેસર નંબર પ્લેટ લગાડવી વગેરે જેવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પરિપત્રિત થયેલ સુચના અનુસાર ચાલુ વાહનમાં સેફ્ટી બેલ્ટનો ઉપયોગ ન કરેલ હોય તેવા વાહન ચાલકોને પણ ઈ- વેલણ આપવામાં આવી રહ્યા છે, તેમજ અત્રેથી આપવામાં આવતા ઈ-ચલણ મળેથી 30 દિવસમાં વિશ્વાસ એપ્લીકેશન મારફતે તથા વેબસાઈટ મારફતે ઓનલાઈન ભરી શકાશે તેમજ નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પુર્વ કચ્છ-ગાંધીધામ ખાતે રૂબરૂમાં પણ ભરી શકાશે.

ઉપરાંત ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાનો “નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેથી પણ ઈ-ચલણ દંડની રકમ ભરી શકાય છે, જે વાહનચાલકોનો ઈ ચલણ ભરવાનો ઘણો લાંબા સમયથી બાકી હોય તેઓએ તાત્કાલીક ઉપર જણાવેલ પધ્ધતીથી પોતાનો ઈ ચલણની દંડની રકમ ભરપાઈ કરવાની રહેશે, તેમ છતાં પણ જે વાહનચાલકો ઈ-ચલણના દંડની રકમ ભરપાઈ નહિ કરે તેઅોના વાહનોને સરકારશ્રીના દિશાનિર્દેશ મુજબ ડીટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું મુખ્ય મથકના નોડલ અધીકારી ડીવાયએસપી વી.આર.પટેલ દ્વારા યાદીમાંજણાવાયું છે.

ખોટા વાહન ચાલકને ત્યાં મેમો પહોંચે છે
નેત્રમ કાર્યરત થયા બાદ ખરેખર સારી કામગીરી પૂર્વ કચ્છમાં કરવામાં આવી રહી છે પરંતુ એવા બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે કે જે વ્યક્તીનું વાહન ઘરે પાર્ક થયેલું હોય તેના ઘરે ઇ-મેમો પહોંચતો હોય છે. ત્યારે આ નાની ખામી પણ દુર થાય તેવી લોક માંગ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...