તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:મંજૂરી વિના શાકભાજીની લારીઓ ખડકાઇ, આદિપુરમાં આખલાનો ત્રાસ, રોજ થતા અકસ્માતો

આદિપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આદિપુરમાં વિવિધ સ્થળે ઉભા રહેતા શાકભાજી વાળાઓને કારણે રખડતા આખલાઓની સમસ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આખલાઓની અડફેટે નાના મોટા અકસ્માતો રોજિંદા બની રહ્યા છે.

પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી આદિપુરમાં નહિવત હોવાને કારણે શહેરભરમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. રામબાગ રોડ, 64 બજાર, સિંધુ વર્ષા, કેસરનગર, કુંજ જેવા વિવિધ રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળી જાય છે. એક તરફ પશુપાલકો સવારે પોતાના ઢોર ખુલલા મૂકી દેતા લોકોની સમસ્યા વધારતા દેખાય છે, તો રાબેતા મુજબ પાલિકાની ઢોર પકડ કામગીરી તથા દંડ લેવાની કામગીરી છે જ નહીં. જેનો ભોગ આદિપૂરના લોકો બની રહ્યા છે.

આદિપુરમાં મોટી સમસ્યા માટે ઠેરઠેર મંજુરી વિના ઉભા રહી ગયેલા શાકભાજીના રેકડીધારકોને સ્પષ્ટપણે જવાબદાર ગણી શકાય તેમ છે. અને લગભગ દર 2-3 દિવસે ઢોર - આખલાઓની અડફેટે વાહનચાલકો આવતા હોવાના બનાવ બની રહ્યા છે. હવે ગાંધીધામ નગરપાલિકા આદિપુર પ્રત્યે ઓરમાયું વલણ ત્યાગીને શહેરના લોકોની સમસ્યાઓ દૂર કરવા કઈક પગલાં ભરે તે જરૂરી બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...