રસીકરણ મહાઅભિયાન:ગાંધીધામના દુકાનદારો અને ગણેશ પંડાલમાં શ્રદ્ધાળુઓને વેક્સિન અપાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગણેશ ઉત્સવ - Divya Bhaskar
ગણેશ ઉત્સવ
  • મહાઅભિયાનમાં તાલુકાના 47 સેન્ટર પર રસીકરણઃ કુલ 95%ને પાર
  • મામલતદાર, આરોગ્ય અધિકારી વગેરેની​​​​​​​ ટીમે કરી દોડધામ : 8500થી વધુ ડોઝ અપાયા

ગાંધીધામ તાલુકામાં શુક્રવારે છેડાયેલા રસીકરણના મહા અભિયાનમાં મોડી રાત સુધી વેક્સિનેશન ચાલ્યું હતું. જેમાં કુલ 8500થી વધુ લોકોને વેક્સિનનો સુરક્ષા કવચ અપાયું હતું. તાલુકા આરોગ્ય કચેરી દ્વારા શહેરના પોશ અને અંતરીયાળ વિસ્તારોમાં સંસ્થાઓ અને સમાજો સાથે મળીને કુલ 47 સ્થળોએ વેક્સિનેશન ચલાવ્યું હતું. મામલતદાર ચિરાગ હિરવાણીયા અને તાલુકા આરોગ્ય અધિકારી દિનેશ સુતરીયાએ દરેક સ્થળો પર ફરીને લોકોને વેક્સિન લેવા માટે સમજાવ્યા હતા. સંકુલમાં ચાલતા ગણપતિ મહોત્સવન સ્થળ પર જઇને પણ રસીકરણ કરાવ્યું હતું.

3અત્યાર સુધી થયેલા રસીકરણ અનુસાર કુલ તાલુકાનુ રસીકરણ95%ને પાર કરી ગયું છે. મતલબ કે આટલા પ્રમાણમાં લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે. આરોગ્ય વિભાગના સ્ટાફે વહેલી સવારના 7 વાગ્યાથી મોડી રાત સુધી ખડેપગે રહીને વેક્સિનેશન કાર્યને અંજામ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, એક તબક્કે જે તે દુકાનદારોએ વેક્સિન લીધી છે કે કેમ તેનું પ્રમાણપત્ર દુકાનની બહાર લગાવવું ફરજીયાત હતું.

કેરળથી આવેલા ત્રણેય દર્દીના સંપર્કમાં આવનારા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા
ગત સપ્તાહે લાંબા સમય બાદ ગાંધીધામ તાલુકામાં ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ આવતા ચીંતા વ્યાપી હતી. ત્યારબાદ આ ત્રણેય કેસ કેરળથી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમની સ્થિતિ સ્થીર હોતા હોમ આઈસોલેટ કરી તેમના સંપર્કમાં આવેલાઓના ટેસ્ટ કરાયા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્ર સહિતનાએ રાહતનો દમ ખેંચ્યો હતો. તો ત્રણેય સંક્રમિત વ્યક્તિને સપ્તાહ પુરો થયા બાદ ટેસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...