તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:નગરપાલિકા કચેરીમાં બેઠક બાદ વધુ 50 કર્મચારીઓનો રસીકરણ

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિન અંગે શંકા કુશંકાઓ આરોગ્ય વિભાગે દુર કરી
 • તાલુકામાં શિક્ષકોનું રસીકરણ 83% પૂર્ણ, આગળ ધપતી પ્રક્રિયા

ગાંધીધામ તાલુકા કોરોનાની માર્ગદર્શીકાઓ અને નિયમોના પાલનમાં શરૂઆતથીજ આગળ રહ્યું છે ત્યારે હવે રસીકરણની પ્રક્રિયામાં પણ એક બાદ એક તબક્કાઓ તાલુકો સતત સર કરી રહ્યો છે. હજુ પણ સ્થાનિક સ્વરાજની સંસ્થા સહિતના લોકોના મનમાં રહેલી શંકાઓને દુર કરીને આરોગ્ય વિભાગે રસીકરણ અભિયાનને આગળ ધપાવ્યું હતું.

તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું કે તાલુકામાં શિક્ષકોને અપાઈ રહેલી રસીનું કાર્ય 83% જેવું પતી ગયું છે. જેમાં હવે 70જેટલા શિક્ષકોજ રસી લેવામાં બાકી રહ્યા છે. તો નગરપાલિકાના બાકી રહેલા કર્મચારીઓ સાથે ટાઉનહોલ અને પાલિકા કચેરીએ બેઠક યોજ્યા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તેમના મનમાં રહેલી શંકાઓને દુર કરતા ગુરુવારે 50 જેટલા કર્મીઓને રસી અપાઈ હતી. આમ પાલિકામાં રસીકરણની પ્રક્રિયા 75% જેટલી પુર્ણ થઈ ગઈ છે. આગામી સપ્તાહે રસીકરણનો બીજો ડોઝ આપવાનો તબક્કો શરૂ કરી શકાય તેમ છે, જોકે તે અંગે કોઇ સતાવાર જાહેરાત કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો