તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વેક્સિનથી વંચિત અંતરીયાળ વિસ્તારના 300નું રસીકરણ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ સંસ્થા દ્વારા આયોજન
  • શ્રમિક વર્ગમાં વેક્સિનેશન વધુ થાય તે ઓધોગિક નગરી માટે જરૂરી

ગાંધીધામના નવી સુંદરપુરીમાં ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓર્ગનાઈઝેશન દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં અત્યાર સુધી વેક્સિનથી કોઇપણ કારણોસર વંચીત રહેલા 300થી વધુ લોકોનું રસીકરણ કરાયું હતું. જેનો મહતમ લાભ શ્રમિક વર્ગએ લીધો હતો.

ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાના સહયોગથી સંસ્થા દ્વારા નવી સુંદરપુરી તલાવડી વિસ્તાર ખાતે પ્રથમ અને બીજા બન્ને ડોઝ માટેનો કેમ્પ યોજાયો હતો. કાર્યકર લતીફ ખલીફાએ લોકોને કેમ્પ સુધી લઈ આવી વેક્સિન અપાવવા પ્રયાસો કર્યા હતા. આયોજનમાં જિલ્લા પ્રમુખ લતીફ ભાઈ ખલીફા, શંકરભાઈ વણકર,ઈકબાલભાઈ મીયાણા,મોતીભાઈ મકવાણા, વગેરે કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...