વેક્સિનની સફળતાની ઉજવણી:ગાંધીધામમાં કોરોના સામેના અભિયાનમાંં 3.5 લાખને રસી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રામબાગ હોસ્પિટલ - Divya Bhaskar
રામબાગ હોસ્પિટલ
  • 100 કરોડ વેક્સિન ડોઝની રામબાગ હોસ્પિટલે ઉજવણી કરી
  • કંડલા અને વાડીનાર બંદર પર પણ ડીપીટી દ્વારા કાર્યક્રમો યોજાયા

કોરોનાને મહાત કરવાના હેતુથી વેક્સિન અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે દેશમાં 100 કરોડ લોકોને રસીના ડોઝ અપાતા ઉજવણી અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. રામબાગ હોસ્પિટલમાં ફુગાઓ આકાશમાં છોડીને ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકામાં 3.5 લાખને વેક્સિન અપાઇ છે.

કોરોના સામેના જંગમાં વેક્સિન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્ક આ અભિયાનમાં ગાંધીધામમાં વેક્સિન લેવા કેટલાક તૈયાર થયા ન હતા. પરંતુ ત્યાર બાદ તબક્કાવાર વેક્સિન લેવા માટે સમજાવ્યા પછી રસીકરણ કરાવતા નમૂનેદાર કામગીરી થઇ હતી. વચમાં થોડો સમય રસીનો સ્ટોક ઓછો આવતા લોકોને ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. દરમિયાન નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ રામબાગ હોસ્પિટલ ખાતે આજે 100 કરોડના વેક્સિનની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી.

પૂર્વ કચ્છના એસપી મયુર પાટીલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રામબાગ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફુગા છોડીને વેક્સિન સંદર્ભે થયેલી કામગીરીનો ચિતાર પણ આપવામાં આવ્યો હતો. જ્યારે દીન દયાળ પોર્ટનાચેરમેન એસ.કે. મેહતાની સૂચનાના પગલે કંડલા અને વાડીનાર બંદર પર પણ સુશોભન કરીને વેસલ્સમાં ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...