તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામમાં માર્ગદર્શીકા અનુસારના તમામને વેક્સિન આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્તરીય પગલા ઉઠાવાઈ રહ્યા છે. જે અંતર્ગત ગાંધીધામ શહેર અને આસપડોસના ગામોમાં હંગામી અને કાયમી નવા સેન્ટરો ખોલવામાં આવી રહ્યા છે. ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે ગુરુવારના એકજ દિવસમાં તાલુકામાં 1621 લોકોને વેક્સિન અપાઈ હતી. તો તેવો રોજના 2હજાર લોકોને વેક્સિન આપવાના પ્રયાસો કરી રહ્યા છે. જેને નવા સેન્ટરો થકી ટુંક સમયમાં પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કરતા સમાજના લોકો અને આગેવાનો આ માટે આગળ આવે તો સરળતા રહે તેવો મત પણ વ્યક્ત કર્યો હતો.
1લી એપ્રીલથી 45 વર્ષેની આયુથી વધુના દરેક વ્યક્તિને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ ચુકી છે. ત્યારે પહેલા દિવસે સેન્ટ ઝેવિયર્સ સ્કુલ, વાવાઝોડા વિસ્તારમાં , એસબીઆઈ બેંક, મચ્છુનગર પ્રા. શાળામા તો બે દિવસથી પખવાડીયા સુધીના ગાળા માટે અમરચંદ સિંઘવી ઈન્ટરનેશનલ સ્કુલ, ચાવલા ચોક, આદિપુર મહિલા મંડળ ખાતે, 400 ક્વાટરમાં ઝુલેલાલ મંદિર ખાતે, અગ્રવાલ સમાજ ભવન, મારવાડી ભવન અને લાયન્સ ક્લબમાં રસીકરણ કેમ્પ ચાલી રહ્યો છે.
આ સાથે કાયમી રીતે રામબાગ હોસ્પિટલ, આદિપુરના 64 બજાર અને વોર્ડ 4બીમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે, ડીપીટી ગોપાલપુરી હોસ્પિટલમાં તેમજ મીઠીરોહર અને કિડાણાની પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં નિઃશુલ્ક રસી સતત અપાઈ રહી છે. ભાજપ દ્વારા 13 વોર્ડમાં વેક્સિન કેમ્પનું આયોજન કરાયું હતું.જેમાં નગર સેવકો, આગેવાનો તેમના વિસ્તારમાં સોપવામાં આવેલી કામગીરીમાં કાર્યરત રહ્યા હતા.
કોરોના વોરિયર્સ ગણાતા પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓનું પણ કરાયું રસીકરણ
કોરોના વોરીયર્સ અને ફ્રંટ લાઈન વોરીયર્સનું રસીકરણ બાદ ક્લેક્ટરના આદેશ બાદથી પ્રસાર માધ્યમોના પ્રતિનીધીઓને પણ વેક્સિન આપવાની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત ગાંધીધામ તાલુકામાં રામબાગ અને અમરચંદ સિંઘવી ખાતે અંદાજે 8 જેટલા પ્રતિનીધીઓએ વેક્સિન લીધી હતી.
વેક્સિન લેનારને લક્કી ડ્રો દ્વારા ટ્રાવેલીંગ બેગ અપાઇ
સિંધી સમાજ ગાંધીધામ દ્વારા ફ્રી વેક્સિન કેમ્પ તા.1થી શરૂ કરવામાં આવ્યો છે. વેક્સિન લગાવનાર લક્કી ડ્રો દ્વારા ટ્રાવેલીંગ બેગ મફતમાં આપવામાં આવી રહી છે. આજના લક્કી વિનર રામપાભાઇ રહેતાં તેને દર્શન ઇશરાનીના હસ્તે બેગ અપાઇ હતી.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.