તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોર્ટના કર્મીઓને વોરિયર્સ ગણી તાકીદે વેક્સિન આપો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન દ્વારા સમયસરની રજૂઆત
  • દવાના આપેલા કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર જથ્થો વિતરણ થતો ન હોવાની ફરિયાદ

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના પ્રમુખ અને લેબર ટ્રસ્ટી એલ. સત્યનારાયણ આજે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ચેરમેનને રૂબરૂ મળીને મેડિકલ ડિપાર્ટમેન્ટને લાગતી વિવિધ માંગણીઓ સાથેનો પત્ર આપ્યો હતો. યુનિયન વતી એવી માંગણી કરવામાં આવી હતી કે પોર્ટ ટ્રસ્ટના કર્મંચારીને કોરોના વોરિયર તરીકે ગણત્રી કરવામાં આવે અને તેમને વેહલી તકે કોરોનાનો રસીકરણ કોઈ ઉંમરની મર્યાદા રાખ્યા વગર તરતજ વહેલી તકે કરવા મા આવે અન્યથા આ મહામારી ના કારણે ક્યારે પણ પોર્ટ ઓપરેશનમાં બાધા થઈ શકે છે.

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ના કામદારો માટે અલગ કોરોના હોસ્પિટલ શરૂ કરવામાં આવે અને એના માટે જો જરૂર હોય તો પૂરતા ડોક્ટરો, નર્સો અને વોર્ડ એટેન્ડન્ટ વગેરે ની ડાયરેક્ટ ટુંકી મુદત માટે ભરતી કરવામાં આવે. હાલ જે કોન્ટ્રાકટર ને દવાઓ માટેનો ઠેકો આપવામાં આવ્યો છે એ ટાઇમસર બિલ સાથે પૂરતી જીવન જરૂરિયાતની દવાઓ આપવામાં નિષ્ડફળ ગયો છે અને તાકાત ની દવાઓ તો આપવામાં આવતીનથી જેના માટે સી એમ વો પણ કોઈ ધ્યાન આપતા નથી અને કામદારો રખડતા રહેછે. એવામાં કામદારો માટે જૂની પ્રથા શરૂ કરવામાં આવે જેથી કરીને કામદારો ખુલી બજાર માંથી તરત જ સારી અને પૂરતી દવાઓ લઈ ને પોતાનો જીવન બચાવી શકે.

બહુ પડતા ભારણ ના લીધે સ્ટર્લિંગ હોસ્પિટલ પણ લેબોરેટરી ટેસ્ટ અને વિવિધ પ્રકારની તપાસ બંધ કરી નાખી છે જેના કારણે કામદારો ને ધકા ખાવા પડે છે તો એના માટે પણ જૂની પ્રથા લાગુ કરવામાં આવે જેથી કરીને કામદાર દર્દી બજાર મા ગામે ત્યાંથી યોગ્ય ટેસ્ટ અને તપાસ કરાવી શકે.

હાલમાં ઓપીડીની સુવિધામાં કાપ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. કામદારો ને ચોવીસ કલાક ઓપીડી સુવિધા ઉપલબ્ધ કરવા માટે દીનદયાળ પોર્ટ બાધ્ય છે એટલે જે ઓપીડી સુવિધામાં કાપ કર્યો છે એને ગોપાલપુરી અને આદિપુરમાં લાગુ કરવો જોઇએ એવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...