દક્ષિણાર્મૂતિ ટ્રસ્ટના સ્વામીનું ઉદ્દબોધન:ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી ફાયદો મળી શકે છે

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજાભાઇ પટેલ કોલેજમાં દક્ષિણાર્મૂતિ ટ્રસ્ટના સ્વામીનું ઉદ્દબોધન
  • ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો તેની છાત્રોને ટિપ્સ આપવામાં આવી

રાજાભાઇ પટેલ કોલેજ ખાતે ‘મૂલ્યોના મૂલ્ય તેમજ ક્રોધ નિયંત્રણ કરવાની વિવિધ પધ્ધતીઓ’ વિશે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર શિક્ષકો અને 105 છાત્રોએ ચિંતન કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. રાજાભાઇ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ ખાતે શ્રી દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ અધ્યયન કેન્દ્રનાં સ્વામીજી પ્રદિપ્તાનંદ સરસ્વતીજીનું “મૂલ્યોના મૂલ્ય તેમજ ક્રોધ નિયંત્રણ કરવાની વિવિધ પધ્ધતીઓ” વિષય પર કુલ 4 શિક્ષકો અને 105 વિદ્યાર્થીઓ સાથે એક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડો. ભાવેશભાઇ ભટ્ટે સ્વામીનો પરિચયથી કર્યો હતો. ગુજરાત એજ્યુકેશન સોસાયટીના મંત્રી અરૂણભાઇ શાહ દ્વારા પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. સ્વામીએ વિદ્યાર્થીઓ સાથે નૈતિક મૂલ્યો વિશે ચર્ચા કરી તથા પોતાના ગુસ્સાનું સંચાલન કેવી રીતે કરવું એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્વામીજીએ સમજાવ્યુ કે આપણા મગજને નિયંત્રણ કરવાને બદલે તેનું સંચાલન કરવું જોઇએ.

ઉપરાંત ગુસ્સો એ એક પ્રકારની આપણી શક્તિ જ છે તેથી તે આવે ત્યારે જે-તે સ્થળેથી દૂર થઇ જવું અને તે ઉર્જાને યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી તેનો ફાયદો મળી શકે. અંતમાં વિદ્યાર્થીઓએ સ્વામીને ધર્મ વિશે અને મહાભારતના એક પાત્ર કર્ણ વિશે પ્રશ્નો પૂછતાં પ્રત્યૂત્તરો આપ્યા હતા. કાર્યક્રમના અંતે સંસ્થાના એડમિનીસ્ટ્રેટર ડો.સુધાંશુ ભટ્ટ આભારવિધી કરી હતી. સ્ટાફગણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...