ગળપાદર હાઇવે પર ગોકળગાયની ગતિએ ચાલી રહેલા અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ ગળપાદર પાસે રહી ગયેલી અધૂરાશ પ્રોજેક્ટમાં આવરી લેવા તાલુકા પંચાયતના પ્રમુખે નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેક્ટ મેનેજરને લેખિત રજુઆત કરી તાત્કાલિક કામ પુર્ણ કરવા તાકિદ કરી હતી.
ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ નાગુભા જાડેજાએ નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેક્ટ મનેજરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, ગળપાદર પાસેથી પસાર થતા હાઇવે, સર્વિસ રોડ અને વે-બ્રીજનું કામ મે.શિવા બિલ્ટકોન હરિયાણા દ્વારારા ચાલુ છે જે અતિ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
આ કામમાં ઝડપ લાવવા તેમણે તાકિદ કરી આશાબા કોટા અંજાર થી ગળપાદર ગોલાઇ સુધી તમામ લાઇટો બંધ હાલતમાં છે તેના કારણે ખાસ કરીને રાત્રીના ભાગે માર્ગ અકસ્માતો સર્જાવવાની શક્યતા વધી ગઇ છે તે લાઇટો ચાલુ કરવા તેમજ આ રોડનું કામ શરુ થતાં ગામનો જુનો પ્રવેશદ્વાર તથા બસ સ્ટોપ એજન્સી દ્વારા પાડી દેવાયું છે. આ પ્રોજેક્ટમાં પ્રવેશદ્વાર અને બસ સ્ટોપનું કામ પણ આવરી લેવાય તેવી રજુઆત તેમણે કરી હતી. ગળપાદર પાસેના અધૂરા કામને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.