તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેંચાણ:ઓટોમોબાઇલ સેક્ટરમાં અભૂતપૂર્વ બુસ્ટ, 600 કાર ચપોચપ વેચાઈ ગઇ

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દશેરા બાદ ધનતેરસના પણ ઘોડો દોડ્યો
 • ગત વર્ષની તુલનાએ 700 વધુ વાહનો ખરીદાયા

કોરોના કાળમાં મંદી અને ધંધા ન હોવાની કાગારોળ વચ્ચે ઓટોમોબાઈલ સેક્ટર અલગજ રસ્તે ચાલી રહ્યું હોય તેમ અભુતપુર્વ ખરીદી આ દિવાળીમાં જોવા મળી રહી છે. અહિયા સુધીકે ગત વર્ષેના વેંચાણના રેકોર્ડને ક્યાંય પાછળ મુકીને માત્ર ગાંધીધામમાંથી 600 કાર ચપોચપ વેંચાઈ ગઈ છે. આવી સ્થિતિ ત્યારે છે કે જ્યારે હજી મહિનો આખો બાકી છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં આવેલી બુમથી હતાશ માર્કેટમાં જાણે પ્રાણ ફુંકાયો છે.

લોકડાઉનના કારણે ઉધોગ ધંધાઓ પર પડેલી મારની પરોક્ષ અસરો પણ માર્કેટમાં મોટા પાયે અસર કરી રહી હોવાનું ઓટોમોબાઈલ સેક્ટરના જાણકારોનું કહેવું છે. માત્ર નવેમ્બર મહિનામાંજ ગાંધીધામ કારના માર્કેટમાંથી ધનતેરસ સુધીમાં 600 જેટલી કારની ખરીદવામાં આવી છે. આવી સ્થિતિ ત્યારે છે જે જ્યારે ગત મહિને દશેરા, નવરાત્રીના પર્વેમાં ગાંધીધામથી 900 જેટલા વાહનોનો ઉપાડ થયો હતો. આ મહિને પણ આ આંકડો આટલોજ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, માહોલ એવો છે કે લોકો પોતાના પસંદગીના રંગ અને મોડલ સાથે પણ બાંધછોડ કરીને જે ઉપલબ્ધ, હાથવગું મળે તે કાર લેવા તૈયાર છે. મંદ પડેલા માર્કેટ માટે આ આશાનો સંચાર બની રહ્યો છે. કોરોના કાળમાં બંધ રહેલા પબ્લીક ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષાની ભાવના પણ આ ખરીદી પાછળ પ્રેરકબળ બની હોવાની સંભાવના તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.

ગતિ મળી - ગત વર્ષે દિવાળી અને નવરાત્રિ એક જ મહિનામાં હતી, તો પણ વાહનોનું વેચાણ એટલું ન હતું
સુત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રિ, દશેરા ઓક્ટોબર અને દિવાળીના પર્વો નવેમ્બરમાં આવ્યા છે, પરંતુ વેંચાણનું પ્રમાણ 350 થી 400 વાહનો જેટલું રહ્યુ હતું. જે અપેક્ષીત અને એટલું વધુ ન હતું પરંતુ આ વર્ષે બંન્ને તહેવારો અલગ અલગ મહિને આવ્યા બાદ પણ બંન્ને મહિનાઓમાં ઉતમ રીતે વાહનોની ખરીદી જોવા મળી રહી છે.

દ્રિચક્રી વાહનોની ખરીદીમાં આંશિક ઘટાડો, સેકન્ડ હેન્ડ કારની માંગમાં થઇ રહેલો ભારે વધારો
નોંધવા લાયક બાબત દ્રિચક્રી વાહનોની ખરીદીમાં કોઇ ખાસ ફરક ન હોવાનું અને ઉલ્ટાનું આંશીક ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. જેની પાછળ તાજેતરમાં સરકારે બીએસ 4ની જગ્યાએ અપગ્રેડ કરીને બીએસ5 એન્જિન વ્યવસ્થા ફરજિયાત કરતા વાહનોની કિંમત દોઢ ગણા જેટલી વધી ગઈ છે. ત્યારબાદ લોકો નવા દ્રી ચક્રી વાહન લેવા કરતા તેમા થોડો ઉમેરો કરીને સેકન્ડ હેન્ડ કાર લેવાનું પસંદ કરતાં આગળ નવા વાહનોની માંગ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો