તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ટ્રેનનો સમય બદલાયાથી અજાણ 40 પ્રવાસી રેલવે સ્ટેશને ફસાયા

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામ-પુરી ટ્રેનનો સમય તા. 1-12થી બદલાયો
 • રાત્રે 11ની જગ્યાએ બપોરે 1:45 વાગ્યે ઉપડી જતા ટ્રેન ચૂક્યા

ગુરુવાર ના મોડી રાત્રે પુરીની ટ્રેન પકડવા ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચેલા કેટલાક પ્રવાસીઓને ત્યારે આંચકો લાગ્યો હતો જ્યારે તેમને પકડવાની ટ્રેન 10 કલાક પહેલા ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે સ્ટેશને રોષ ઠાલવ્યો હતો પરંતુ રેલવે પ્રશાસને બદલાયેલા સમય અંગે યોગ્ય માહિતી સૌને પહોંચાડાઈ હોવાનો દાવો કર્યો હતો.

રેલવેના સુત્રોએ જણાવ્યું હતું કે અગાઉ રાત્રીના 11 વાગ્યે નિકળતી ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનનો સમય હવે બપોરના 1:45નો કરાયો છે. 1લી ડિસેમ્બરથી કરાયેલા આ બદલાવથી અજાણ કેટલાક પ્રવાસીઓ પરિવાર સાથે અગાઉ લીધેલી ટિકીટ સાથે ટ્રેન પકડવા સ્ટેશને આવી ગયા હતા.

ટ્રેન ચાલી ગઈ હોવાની જાણ થતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો અને કોઇ જાણ ન કરાઈ હોવાનું કહ્યું હતું. જ્યારે કે રેલવે પ્રશાસને વિવિધ પ્રસાર માધ્યમો થકી પ્રવાસીઓ સુધી પહોંચાડાઈ હોવાનો દાવો કરાયો હતો. આ અંગે ટિકીટમાં પણ લખાયેલું હોવાનો દાવો પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો