તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટીસ:અનધિકૃત રહેણાંક પૂર્વ PRO ઘર ખાલી કરો, બાકી 17 લાખ ભરો!

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટીના ડીસમીસ કર્મીના ઘર બહાર નોટીસ ચિપકાવાઇ
  • ભાડુ કે વોટર સપ્લાયના રૂપિયા 24 મહિનાથી ના ભરતા હાથ ધરાઈ કાર્યવાહી

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના ડીસમીસ થયેલા અને બે વર્ષેથી અનીધીકૃત રીતે પોર્ટ કોલોનીમાં અડ્ડો જમાવી બેઠેલા પુર્વ પીઆરઓ સંજય ભાટ્ટીના રહેણાક ઘર બહાર પોર્ટ પ્રશાસન દ્વારા નોટિસ ચીપકાવીને તેમને ભાડા અને વોટર સપ્લાયના નિકળતા 17 લાખથી વધુની રકમ જમા કરાવવા અને ઘર ખાલી કરવા જણાવાયું હતું.

પોર્ટના પુર્વ વિવાદસ્પદ પીઆરઓ ભાટ્ટી ડીસમીસ થયા બાદ પણ પોર્ટ કોલોનીનું ઘર હજી સુધી ખાલી કર્યું નથી, કે તેનું બનતું ભાડુ કે વોટર ચાર્જીસ પણ આપવાની તસ્દી લીધી નથી. જે અંતર્ગત આ 24 મહિનામાં કુલ 17,18,793 જેટલા રુપીયા તેમની પાસેથી પોર્ટ પ્રશાસનને લેવાના નિકળતા હોઇ જે અંગે તેમને જાણ કરાતા પુર્વ વિવાદાસ્પદ પીઆરઓએ તે માહિતી અંગે અજાણતા દર્શાવી હતી. જેથી પોર્ટ પ્રશાસન દ્વારા તે માટે માહિતગાર કરવા અને કપાયેલા વીજબીલનું બાકીનું ચુકવણુ કરી દેતા તેનું ફેર જોડાણ કરવા જ્યારે તેમના ગોપાલપુરી સ્થિત ક્વાટર સી 33ની મુલાકાત લઈને તેમને પત્ર અપાયો તો તેનો અસ્વિકાર કરાતા ઘર બહારજ તેને ચીપકાવી દેવાયો હતો, તો હવે તેવો નિયમીત ચુકવણુ કરશે તેવું અંડર ટેંકીગ પણ તેમણે આપવાની ના પાડી હતી.

એક્ઝુટીવ એન્જીયીયરે પાઠવેલી નોટિસમાં તેમને અનીધીકૃત રીતે ક્વાટરમાં વસવાટ કરતા હોવાનો અને ચાર્જીસ પણ ના ભરીને અંડર ટેંકીગ પણ ના આપતા હોવાનું જણાવાયું હતું. આ અંગે ભાટ્ટીનો પક્ષ જાણવા સંપર્ક કરાતા તે થઈ શક્યો નહતો. પોર્ટ પ્રશાસને આને રુટીન પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...