શોકની લાગણી વ્યાપી:બારોઇમાં પુત્રીના પ્રેમલગ્નનો આઘાત સહન ન થતાં પિતાએ ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

ગાંધીધામ,મુન્દ્રા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિતા ઘરે ન આવતાં નગરમાં ગોતવા નીકળેલા પુત્રોને જાહેરમાં લટકતી લાશ જોવા મળી

મુન્દ્રાના અતિવિકસિત વિસ્તાર બારોઇ મુકામે પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતાં તેનો આઘાત સહન ન કરી શકનાર પિતાએ ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવતા તેના પરિવારજનોમાં બમણાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.મુન્દ્રા પોલીસ મથકેથી બનાવ જાહેર કરનાર હતભાગી મૃતકના મજૂરીકામ કરતા પુત્ર રાજેશ રામજીભાઈ મહેશ્વરી (ઉ.વ.34 રહે સીતલામાતા મંદિરની બાજુમાં,મુસ્લિમ વાસ-બારોઇ)ને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત બનાવ બુધવારના સાતથી આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો.

જેમાં બજારમાંથી નાસ્તો લેવાના બહાને ઘરેથી નીકળેલા રામજીભાઈ જેઠાલાલ મહેશ્વરી (ઉ.વ.51 રહે મુસ્લિમવાસ-બારોઇ)મોડે સુધી ઘરે પરત ન ફરતાં રાજેશ સાથે અન્ય દીકરા પ્રવીણે તેમની શોધખોળ આદરી હતી.દરમ્યાન તે બારોઇના જુના બસસ્ટેન્ડ પાછળના વરંડામાં લોખંડના એંગલમાં કેબલ વાયર બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

બનાવને પગલે તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે મુન્દ્રા સીએચસીમાં ખસેડાતાં ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. બનાવને પગલે પોલીસે અકસ્માતનો ગુનો દર્જ કરી પીએસઆઇ સામતભાઈ મહેશ્વરીએ ઘટના સંબધિત તપાસ આદરી હતી. દરમ્યાન મૃતકના બંન્ને પુત્રોએ બેવડા આઘાતની લાગણી સાથે તેમની દીકરીએ બે દિવસ અગાઉ પ્રેમલગ્ન કરી લીધા હોવાથી રામજીભાઈએ ટેંશનમાં આત્મઘાતી પગલું ભર્યું હોવાની કેફિયત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...