ભુજ:ભચાઉ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે બે યુવાનના મોત નિપજ્યા

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત બાદ 108 મારફતે બન્ને યુવાનોને સારવાર માટે  હોસ્પિટલ લઇ જવાયા હતા - Divya Bhaskar
અકસ્માત બાદ 108 મારફતે બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા
  • સવારે 7 વાગ્યે બનેલા બનાવમાં અકસ્માત સર્જનાર વાહન ચાલક નાસી ગયો

ભચાઉ-સામખિયાળી હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર બે યુવાનના મોત નિપજ્યા હોવાની ઘટના ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે, આ બનાવમાં અકસ્માત સર્જનાર વાહન ચાલક નાસી ગયો છે. સવારે 7.30 વાગ્યાના અરસામાં ભચાઉ-સામખિયાળી હાઇવે પર રામદેવપીર ઓવરબ્રીજ પર બનેલા ગમખ્વાર બનાવમાં સામખિયાળી રહેતા અશ્વીન દેવીપુજક અને અજય ઉર્ફે નાનુ દેવીપુજક બન્ને જણા બાઇક પર સામખિયાળીથી ભચાઉ જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અજયને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટનાસ્થઇે મોત નિપજ્યું હતું, તો ગંભીર ઇજાગ્રસ્ત અશ્વીનને ભચાઉ હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજ લઇ જવાયો હતો પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં તેણે પણ દમ તોડ્યો હતો. અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. મુળ મોરબીના એક પરિવારના બે યુવાનના એક સાથે મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માત સર્જી ફરાર થયેલા વાહન ચાલક વિરૂધ્ધ ભચાઉ પોલીસે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બેફામ વાહન વ્વહારને કારણે ભચાઉ સામખિયાળી હાઇવે પર અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...