હુકમ:ચેક બાઉન્સના કેસમાં બે વર્ષની કેદ, બમણી રકમ ચુકવવા હુકમ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામના વેપારીનો કેસ ભુજની અદાલતમાં ચાલ્યો
  • 2016માં 8 લાખ રુપીયા​​​​​​​ લીધા બાદ આપેલા ત્રણેય ચેક પરત ફર્યા હતા

ગાંધીધામના વેપારીએ ઉધાર 8 લાખ રુપિયા મેળવ્યા બાદ તેની સામે આપેલા ચેક પરત ફરતા ભુજ કોર્ટમાં ચાલેલા કેસમાં વેપારીને બે વર્ષેની કેદ, 8 લાખની બમણી રકમ, દડ અને વ્યાજ સહિત ચુકવવા ચુકાદો કોર્ટે આપ્યો હતો. ફરિયાદી હર્ષ રમેશકુમાર ઠક્કરે આરોપી રાજદીપ પ્લાયવુડ પ્રા. લી. ના માલીક કિશોરભાઈ રતિલાલ પરમારને પોતાના ધંધાકીય સબંધો અને મીત્રતાના નાતે ઉધાર ઉછીના 8 લાખ રુપીયા 2016માં આપ્યા હતા. તે રકમ પરત ચુકવવા બે વર્ષ બાદ 2018માં 8 લાખના ત્રણ ચેક વટાવા આરોપીએ આપ્યા હતા.

જે ત્રણેય ચેક પરત ફરતા, આરોપી સામે ભુજની કોર્ટમાં નેગોશીએબલ એક્ટ તળે ફોજદારી નોંધાવીને હર્ષ વતી તેમના પિતા રમેશભાઈ ઠક્ક જનરલ પાવરદાર તરીકે દાખલ કરી હતી. જેમાં ભુજ કોર્ટે ગાંધીધામના વેપારી કિશોર પરમારને ગુનો કર્યાનું સાબીત માનીને બે વર્ષેની કેદની સજા, આઠ લાખના ત્રણ ચેક પર બમણી રકમનો દંડ, વળતર તથા ફરીયાદ તારીખથી ત્રણ ચેકોની રકમ પર વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ આ હુકમથી 60 દિવસમાં આપવાનો આદેશ ભુજના બીજા અધિક ચીફ જ્યુ. મેજી. ન્યાયાધીશ જયેશ એ. દવેએ આપ્યો હતો. ફરીયાદીના વકીલ તરીકે મહેંદ્ર દયારામ ઠક્કર, કુલીન ભગત, કોમલ સી. ઠક્કર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...