તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ચોપડવાના મીઠાંના અગરમાં સૂતેલા બે શ્રમિકો ડમ્પર નીચે ચગદાતા થયા મોત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વ કચ્છમાં ચાર અકસ્માતોની ઘટનામાં 3 જીવ ગયા , 2 ઘાયલ
  • ચાર દિવસ પહેલાં ગાંધીધામના અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાએ ભુજમાં દમ તોડ્યો

પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતોની ચર ઘટનાઓમાં 3 જીવ ગયા હતા અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ભચાઉના ચોપડવામાં મીઠાના અગરમાં સૂતેલા બે શ્રમિકો ઉપર રિવર્સ આવતું ડમ્પર ફરી વળતાં ઘટનાસ્થળે બન્નેના મોત નિપજ્યા હતા, તો ચાર દિવસ પહેલાં ગાંધીધામમાં થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મહિલાએ ભુજ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તો ચીરઇ પાસે કાર અડફેટે બાઇક સવાર વેપારી અને ગળપાદર પાસે રસ્તો ક્રોસ કરતો યુવાન અજાણ્યા વાહનની ટક્કર લાગતાં ઘાયલ થયા હતા.

ચોપડવા પાસે આવેલા ગુજરાત સોલ્ટના અગરમાં સૂતેલા મુળ મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લાના ડોડકી ગામે રહેતા બાજ બહાદુર સામોલી યાદવ અને ઓરિસ્સાનો ભીમા ખુપા મરંદી ઉપર વહેલી પરોઢે 3:30 વાગ્યે આ અગરમાં ચાલી રહેલા આઇવા ડમ્પરના ચાલકે રિવર્સમાં લેતા સમયે ચડાવી દેતાં તોતિંગ ટાયર નીચે ચગદાયેલા બન્ને શ્રમિકોના ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. શ્રીરામ સોલ્ટમાં હિટાચી ચલાવતા મૃતક બાજ બહાદુરના મામાઇ ભાઇગોપાલ રામમણી યાદવે ભચાઉ પોલીસ મથકે આઇવા ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

મૃતક બન્ને જણા બિચારા કામ જોવા આવેલા હતા અને મોડી રાત્રે થાકને કારણે અગરમાં જ સૂઇ ગયા બાદ ડમ્પર ચાલકની બેદરકારીને કારણે બનેલી આ ઘટનાથી બન્નેના પરિવારમાં માતમ છવાયો હતો. તો ગાંધીધામની ગાંધી માર્કેટમાં ચાર દિવસ પહેલાં બે વાહનો ટકરાયા બાદ ઇજા પામેલા સુંદરપુરી રહેતા 24 વર્ષીય સોનલબેન રોહિતભાઇ સથવારાને ગંભીર ઇજાઓ પહોંચ્યા બાદ પ્રથમ સારવાર રામબાગ હોસ્પિટલ પાસે અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન આજે સવારે ઇજાગ્રસ્ત સોનલબેને દમ તોડ્યો હતો. આ ઘટનાને કારણે પરિવારમાં શોક છવાયો હતો.

ચીરઇ ગોલાઇ પર કાર અડફેટે બાઇક સવાર વેપારી ઘાયલ
લાકડીયા ખાતે રહેતો 30 વર્ષીય કપડાનો વેપારી ઇકબાલખાન બાદરખાન પઠાણમામાઇ ભાઇ ઇમરાન કાસમભાઇ ગૌરી સાથે ધંધાના કામ અર્થે બાઇક લઇને અંજાર ગયો હતો. કામ પતાવી લાકડિયા પરત ફરતી વખતે ઇમરાન બાઇક ચલાવી રહ્યો હતો અને જુની મોટી ચીરઇ પાસેની ગોલાઇ પર પહોંચ્યા ત્યારે રોંગ સાઇડમાંથી પૂરપાટ આવેલા કાર ચાલક તેમની બાઇકને અડફેટે લઇ નાસી ગયો હતો. કારની ટક્કર લાગતા બન્ને જણા પડી ગયા હતા જેમાં ઇકબાલખાનને જમણા હાથના ભાગે અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. ઇમરાનને કોઇ ઇજા થઇ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. ઇકબાલખાને નોંધાવેલી ફરિયાદના આધારે ભચાઉ પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગળપાદર હાઇવે પર વાહન અડફેટે યુવાનને ઇજા
મુળ ઉત્તરપ્રદેશનો હાલે મુન્દ્રા કાર્ગોની સામે રહેતો 29 વર્ષીય મહમ્મદ વસીમ અબ્દુલ શેખ ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં ગળપાદર રોડ પર આવેલા ભીમાણી કાંટા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા વાહનની ટક્કર લાગતાં ડાબા હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા પહોંચી હતી. પ્રથમ રામબાગ હોસ્પિટલ સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ લઇ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...