તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ભેદ ઉકેલાયો:વોંધના વાડામાંથી 2.19 લાખની પીજીઆર રેલિંગ સાથે બે પકડાયા

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ-ગાંધીધામ હાઇવે રેલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો : 4.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભચાઉ તાલુકાના વોંધ ખાતે આવેલા વાડામાં બાતમીના આધારે સ્સાથાનિક પોલીસે દરોડો પાડી રૂ.2.19 લાખના ચોરાઉ રેલિંગ મીટર સાથે બે જણાને પકડી લઇ મખિયાળી-ભચાઉ હાઇવે પર લગાડવામાં આવેલી રૂ.5 લાખની રેલિંગ મીટરની ચોરીની ફરિયાદનો ભેદ ઉકેલી લીધો હતો.

પીઆઇ એસ.એન.કરંગિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.17/5 અને તા.18/5 દરમિયાન સામખિયાળી-ગાંધીધામ હાઇવે પર લગાડવામાં આવેલી મોટી રૂ.5 લાખની કિંમતની 300 પીજીઆર રેલિંગ મીટરની ચોરી થઇ હોવાની ફરિયાદ એલ એન્ડ ટી કંપનીના રૂટ ઓપરેશન મેનેજર શૈલેષકુમાર ગોવિંદલાલ રામીએ તા.21/5 ના રોજ નોંધાવ્યા બાદ આ ચોરીનો ભેદ ઉકેલવા સતત વોચ રાખી હતી જેમાં આ ચોરાઉ પીજીઆર રેલિંગ વોંધ ગામમાં કૈલાશ મારવાડીના ભંગારના વાડામાં હોવાની બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ભચાઉના મદિનાનગર રહેતા સિકંદર ઇસ્માઇલ કુંભાર અને મુળ મધ્યપ્રદેશના રતલામનો હાલે વોંધ રહેતા કૈલાશ માનસિંહ ખારોલને રાઉન્ડ અપ કરી રૂ..2,19,000 ની કિંમતની 130 પીજીઆર રેલિંગ મીટર તેમના કબજામાંથી રિકવર કરાઇ હતી. પોલીસે રૂ.2.50 લાખની બોલેરો પીકઅપ જીપ અને રૂ.5,500 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.4,74,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...